Pics : સંગ્રામને પરણવા આતુર પાયલ, બિગ બૉસમાંથી નિકળતા જ મંગળ ફેરા
મુંબઈ, 3 ડિસેમ્બર : ટેલીવિઝન શો બિગ બૉસના સ્પર્ધક સંગ્રામ સિંહ ઘરની અંદર વધુમાં વધુ રહી અને લોકો સાથે સારી બોર્ડિંગ બનાવી શો જીતવાની તૈયારી કરી રહ્યાં છે, તો તેમના ગર્લફ્રેન્ડ પાયલ રોહતગી સંગ્રામ બહાર આવતા જ વહેલામાં વહેલી તકે તેમને પરણી જવા માટે આતુર થઈ રહ્યાં છે.
પાયલ રોહતગીએ તાજેતરમાં જ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ સંગ્રામ સિંહને બહુ પ્રેમ કરે છે અને તેમના વગર રહી નથી શકતાં. એવું પહેલી વાર થયુ છે કે રિલેશનશિપમાં આવ્યા બાદ સંગ્રામ સિંહથી તેઓ દૂર રહ્યાં હોય. તેથી તેમને સંગ્રામજીની ઉણપ બહુ સાલી રહી છે. પાયલ ઇચ્છે છે કે સંગ્રામ સિંહ બિગ બૉસ 7 જીતે અને બહાર આવી તેમની સાથે જલ્દીથી જલ્દી મંગળ ફેરા લઈ લે. બીજી બાજુ સંગ્રામ સિંહ પણ બિગ બૉસના ઘરમાં પાયલને બહુ મિસ કરી રહ્યાં છે. ગત સપ્તાહે જ્યારે બિગ બૉસે ઘરના સભ્યોને લક્ઝરી બજેટ હેઠળ એક ટાસ્ક રિમોટ કંટ્રોલ ટાસ્ક આપ્યુ હતું, ત્યારે ઘરના કેટલાક સભ્યોના પરિજનો કે મિત્રોને ઘરની અંદર મોકલવામાં આવ્યા હતાં. તે વખતે પાયલ સંગ્રામને મળવા બિગ બૉસમાં પહોંચ્યા હતાં.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

બિગ બૉસમાં પ્રેમ વ્યક્ત કર્યો
પાયલ રોહતગીએ બિગ બૉસના ઘરમાં જઈ સંગ્રામ સાથે મુલાકાત કરી અને બહુ પ્રેમ વ્યક્ત કર્યો.

સંગ્રામનું ધ્યાન રાખજો
પાયલે ઘરમાં જઈ ઘરના સભ્યોને જણાવ્યું હતું કે સંગ્રામનું ધ્યાન રાખજો.

ડ્રેસિંગ સેન્સ
પાયલે એમ પણ જણાવ્યુ હતું કે સંગ્રામ સિંહે પોતાના ડ્રેસિંગ સેન્સ ઉપર ધ્યાન આપવું જોઇએ.

ગૌહરને સમજાવી
પાયલે ગૌહરને પણ જણાવ્યું કે તેમણે (ગૌહરે) ટાસ્ક દરમિયાન એમ કહ્યુ હતું કે તેઓ (ગૌહર) સંગ્રામથી નફરત કરે છે. ગૌહરે આમ ન કરવું જોઇએ.

રડી પડ્યાં પાયલ
બિગ બૉસમાં સંગ્રામને ભેંટી પાયલ રોહતગી રડી પડ્યા હતાં.

બહાર આવતા જ લગ્ન
પાયલે જણાવ્યું કે તેઓ સંગ્રામના બિગ બૉસમાંથી બહાર આવવાની રાહ જોઈ રહ્યાં છે. જેવા તેઓ બહાર આવશે કે અમે બંને પરણી જઇશું.












Click it and Unblock the Notifications
