Pics : રિયલિટી શોને હોસ્ટ કરશે પૂજા બેદી

મુંબઈ, 29 જુલાઈ : પૂજા બેદી અનેક ટેલીવિઝન ટૉક શોના રજુઆતકર્તા રહી ચુક્યાં છે અને તેઓ ખતરોં કે ખિલાડી તથા બિગ બૉસ જેવા રિયલિટી શોનો ભાગ પણ રહ્યાં છે. હવે તેઓ એક ટીવી રિયલિટી શોના યજમાન તરીકે પણ દેખાઈ શકે છે.

કિરણ સિપ્પીની સંસ્થા રેસ્પૉન્ડના ઉદ્ઘાટન પ્રસંગે પૂજા બેદીએ જણાવ્યું - હું પુનઃ ટેલીવિઝન ઉપર નજરે પડનાર છું. આ એક રિયલિટી શો છે કે જેમાં હું હોસ્ટિંગ કરીશ. નચ બલિયે તેમજ ઝલક દિખલા જેવા રિલયિટી ડાન્સ શોમાં સ્પર્ધક રહેલાં પૂજા બેદીને એક બિઝનેસ ચૅનલ પાસેથી પણ ઑફર મળી ચુકી છે.

પૂજા બેદીએ જણાવ્યું - બીજો વિકલ્પ બિઝનેસ ચૅનલના રજુઆતકર્તા બનવાનો છે. તે ખૂબ જ રોમાંચક હશે. ઉપરાંત પૂજા બેદી વિવિધ પત્ર-પત્રિકાઓ તેમજ કૉલમોના માધ્યમથી સંબંધો અંગે પણ સુચનો શૅર કરતાં રહે છે. તેઓ પોતાની જાતને સુચનો કરનાર હસ્તી ગણાવે છે.

તેમણે જણાવ્યું - હું દેશભરની ચાચી બની ગઈ છું. અનેક પત્ર-પત્રિકાઓમાં સંબંધો ઉપર કૉલમોમાં મારા લેખો અને સુચનો પ્રસિદ્ધ થાય છે. હું સમસ્યાઓ અંગે લોકોને સલાહ આપુ છું, સમાધાન જણાવુ છું. આ જોઈ ખૂબ જ ખુશી થાય છે કે લોકો મારા લેખો ઉપર પ્રતિક્રિયાઓ આપે છે. પૂજા બેદી થિયેટરમાં પણ સારો એવો રસ ધરાવે છે અને તેમને એક નાટકમાં ભૂમિકા ભજવવાની પણ ઑફર મળી છે.

નાના પડદે કમબૅક

નાના પડદે કમબૅક

પૂજા બેદીએ જણાવ્યું - હું પુનઃ ટેલીવિઝન ઉપર નજરે પડનાર છું. આ એક રિયલિટી શો છે કે જેમાં હું હોસ્ટિંગ કરીશ.

સ્પર્ધક રહી ચુક્યાં છે

સ્પર્ધક રહી ચુક્યાં છે

પૂજા બેદી અત્યાર સુધી નચ બલિયે અને ઝલક દિખલા જા જેવા રિયલિટી શોના સ્પર્ધક રહ્યાં છે.

બિઝનેસ ચૅનલની ઑફર

બિઝનેસ ચૅનલની ઑફર

જા બેદીને એક બિઝનેસ ચૅનલ પાસેથી પણ ઑફર મળી ચુકી છે.

દેશમાં ચાચી તરીકે જાણીતા થયાં

દેશમાં ચાચી તરીકે જાણીતા થયાં

તેમણે જણાવ્યું - હું દેશભરની ચાચી બની ગઈ છું. અનેક પત્ર-પત્રિકાઓમાં સંબંધો ઉપર કૉલમોમાં મારા લેખો અને સુચનો પ્રસિદ્ધ થાય છે.

થિયેટરોમાં રસ ધરાવે છે પૂજા

થિયેટરોમાં રસ ધરાવે છે પૂજા

પૂજા બેદી થિયેટરમાં પણ સારો એવો રસ ધરાવે છે અને તેમને એક નાટકમાં ભૂમિકા ભજવવાની પણ ઑફર મળી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X