હવે પ્રિયંકા બિગ બોસ 10ના ઘરમાં શું તોફાન લાવશે?

Written By:
Subscribe to Oneindia News

બિગ બોસ સિઝન 10માં જો કોઇ સૌથી વધુ ચર્ચામાં રહ્યું હોય, તો એ છે પ્રિયંકા જગ્ગા! તમને ખબર જ હશે કે સિઝન શરૂ થયાના પહેલા જ અઠવાડિયામાં પ્રિયંકા જગ્ગા બેઘર થઇ ગઇ હતી. જે પછી, હમણાં 2 અઠવાડિયા પહેલાં જ તે ફરીથી ઘરમાં પાછી ફરી છે. તેની એન્ટ્રી બાદ બિગ બોસના ઘરમાં દર્શકોને ઘણો હાઇ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે.

પહેલા જ અઠવાડિયામાં પ્રિયંકા પોતાના પેન્ટમાં ટોયલેટ કરીને ચર્ચાનું કેન્દ્ર બની ગઇ હતી અને પોતાની રિએન્ટ્રી બાદ તે રોહન પર થૂંકી હતી. પ્રિયંકાના આ વ્યવહારને કારણે બિગ બોસે તેને ઘરની બહાર કાઢી મૂકી હતી.

ડબલ ઇવિક્શન

ડબલ ઇવિક્શન

ગયા અઠવાડિયે બિગ બોસ 10ના ઘરમાં ડબલ ઇવિક્શન જોવા મળ્યું હતું. જેને કારણે સાહિલ આનંદ અને પ્રિયંકા જગ્ગા બેઘર થયા હતા. જો કે, બિગ બોસે પ્રિયંકાને ઘરની બહાર ન કાઢતાં સિક્રેટ રૂમમાં મોકલી દીધી હતી.

પ્રિયંકાનું રિએક્શન

પ્રિયંકાનું રિએક્શન

પ્રિયંકા જગ્ગાને બિગ બોસનું આ ટ્વીસ્ટ બિલકુલ ગમ્યું નહોતું. પ્રિયંકા જગ્ગાએ કેમેરા સામે ચીસો પાડી હતી, ત્યારે બિગ બોસે તેને કહ્યું હતું કે, જો તેણે ફિનાલે સુધી પહોંચવું હોય તો તેણે અન્ય પ્રતિસ્પર્ધકો સાથે સારો વ્યવહાર કરવો પડશે, તેની ગેર-વર્તણૂકને કારણે દર્શકો તેને ઘરમાં બિસકુલ પસંદ કરતા નથી.

પ્રિયંકા જગ્ગા

પ્રિયંકા જગ્ગા

પ્રિયંકા જગ્ગાની ઘરમાં એન્ટ્રી બાદ તેણે બાની સાથે મિત્રતા કરવાની કોશિશ કરી હતી અને તેણે મનુ પંજાબીને પોતાનો ભાઇ કહ્યો હતો. પરંતુ સિક્રેટ રૂમમાં પ્રિયંકા મનુ સાથે ફ્લર્ટ કરતી જોવા મળી હતી.

મનુ પંજાબી

મનુ પંજાબી

પ્રિયંકાના આવા વર્તન બાદ મનુએ પ્રિયંકાને કહ્યું હતું કે, તારો હિસાબ કંઇ સમજાતો નથી, ક્યારેક ભાઇ ક્યારેક બોયફ્રેન્ડ. જેના જવાબમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, જે બતાવ્યું નથી, એ શું બતાવવાનું.

પ્રિયંકા આનંદને મળ્યા હતા સૌથી ઓછા વોટ

પ્રિયંકા આનંદને મળ્યા હતા સૌથી ઓછા વોટ

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે આમ તો પ્રિયંકા આનંદને સૌથી ઓછા વોટ મળ્યા હતા અને ચોથા નંબર પર માનવીર હતા. આમ છતાં સાહિલને બેઘર થવાનો વારો આવ્યો અને દર્શકોને કારણે બિગ બોસે પ્રિયંકાને સિક્રેટ રૂમમાં મોકલી દીધી હતી.

બિગ બોસ 10માં મનુની વાપસી

બિગ બોસ 10માં મનુની વાપસી

ગઇ કાલે ઘરમાં મનુ અને પ્રિયંકાની વાપસી થઇ હતી, જેનાથી ઘરવાળાને ઘણો શોક લાગ્યો હતો.

મનુ

મનુ

મનુએ ઘરમાં પાછા ફરી ઘરવાળાઓને પોતાની માતાના નિધન અંગે જણાવતા તમામ ઘરવાળા ખૂબ શોક થઇ ગયા હતા.

બિગ બોસ 10

બિગ બોસ 10

મનુ અને પ્રિયંકા 3 દિવસ સુધી સિક્રેટ રૂમમાં રહ્યા બાદ ઘરમાં પાછા આવ્યા છે. તેમણે આ ત્રણ દિવસ ઘરના અન્ય પ્રતિસ્પર્ધીઓ પર પૂરી નજર રાખી હતી. એટલે હવે બિગ બોસ 10ના ઘરમાં અનેક નવા તોફાનો થશે એ વાત નક્કી છે.

અહીં જુઓ - ઉર્વશીનું સુપર હોટ સોન્ગ 'હસીનોં કા દીવાના...'

English summary
Priynaka Jagga and Manu Punjabi are out from secret room and are back in Bigg Boss 10 house. Now what next? Read here.
Please Wait while comments are loading...