ઉર્વશીનું સુપર હોટ સોન્ગ 'હસીનોં કા દીવાના....'

Written By:
Subscribe to Oneindia News

ફિલ્મ 'કાબિલ'નું નવું સોન્ગ 'સારા ઝમાના' કાલે રિલીઝ થઇ ચૂક્યું છે. ઉર્વશીના હોટ નંબર 'હસીનો કા દીવાના' એ એક જ દિવસમાં યૂ ટ્યૂબ પર 16 લાખ વ્યૂ મેળવ્યા છે. ઉર્વશી રૌતેલા પર ફિલ્માવવમાં આવેલા આ ગીતમાં ઉર્વશી સુપર હોટ અને સેક્સી દેખાય છે. ફિલ્મના વિલન રોહિત રોય પણ આ સોન્ગમાં છે.

urvashi rautela

ઓરિજનલ કિશોર કુમારના આ ગીતને રફ્તાર અને પાયલ દેવે ખૂબ સરસ રીતે ગાયું છે. અમિતાભ બચ્ચનની ફ્લિમ 'યારાના'નું આ ગીત 'સારા ઝમાના, હસીનો કા દીવાના' એ જમાનામાં પણ ખૂબ હિટ રહ્યું હતું. 'કાબિલ' માટે આ ગીતનું ફિમેલ વર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે, જે ઓરિજનલ ટ્રેકથી ઘણું અલગ છે. ઉર્વશી પહેલાં જ આ સોન્ગના શૂટિંગના અનેક ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી ચૂકી છે.

હૃતિક રોશનની આ ફિલ્મની તેના ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મમાં પહેલી વાર હૃતિક રોશન અને યામી ગૌતમની જોડી જોવા મળશે..

English summary
Hrithik Roshan's upcoming movie Kaabil's new song 'saara Zamana' is out. Urvashi rautela's new item song 'Haseeno ka Deewana'got 16 lakh views on youtube in one day.
Please Wait while comments are loading...