પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા@400 : ઉજવણી કરતી ટીમ
મુંબઈ, 21 ડિસેમ્બર : રાજશ્રી પ્રોડક્શન્સની ટેલીવિઝન સીરિયલ પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારાએ 400 એપિસોડ પૂર્ણ કરી લીધાં છે. કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવતાં નકુલ મહેતા આ સિદ્ધિ બદલ બહુ ખુશ છે. તેમનું કહેવું છે કે તેમના માટે આ એક મજાની સફર રહી છે.
નકુલે શુક્રવારે સીરિયલના સેટ ઉપર જણાવ્યું - આ વાત ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે અમે 400 એપિસોડ પૂર્ણ કરી લીધાં. અમે આ વાતનો અહેસાસ જ નથયો કે અમે આટલા બધા એપિસોડ બનાવી લીધાં. તેમણે જણાવ્યું - મારા હિસાબે આ સફર મજાની રહી છે.નોંધનીય છે કે પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા શો સ્ટાર પ્લસ ઉપર જૂન-2012થી શરૂ થયો હતો. કાર્યક્રમમાં મુખ્ય નાયિકાની ભૂમિકા દિશા પરમાર કરી રહ્યાં છે. કાર્યક્રમની આખી ટીમે આ સફળતાની ઉજવણી કરવા સેટ ઉપર કેક કાપી. નકુલે જણાવ્યું કે આગળ પણ આ સીરિલયમાં ઘણી રસપ્રદ બાબતો આવવાની છે.













Click it and Unblock the Notifications
