બિગ બૉસ 14માં રાધે મા આવતા વિવાદ - 'એ સંત નથી, માત્ર નાચ-ગાન આવડે છે'
રાધેમાં નવા વિવાદના કારણે ફરીથી ચર્ચામાં છે. રાધે મા માટે અખાડા પરિષદે નારાજગી વ્યક્ત કરી છે.
મુંબઈઃ રાધેમાં નવા વિવાદના કારણે ફરીથી ચર્ચામાં છે. રાધે મા માટે અખાડા પરિષદે નારાજગી વ્યક્ત કરી છે. એટલુ જ નહિ એબીપીએ તો ત્યાં સુધી કહી દીધુ છે કે રાધે મા સંત નથી. તેમને ધર્મની કોઈ જાણકારી નથી એ તો માત્ર નાચ-ગાન કરી શકે છે. આ મોટા નિવેદન સાથે જ રાધે મા વિશે નવો વિવાદ ઉપજતો દેખાઈ રહ્યો છે. આ કોન્ટ્રોવર્સી રાધે માના બિગ બૉસ 14માં આવવા અંગે થઈ છે. બિગ બૉસ સિઝન 14માં રાધે માએ માત્ર ગ્રાન્ડ એન્ટ્રી લીધી એટલુ જ નહિ પોતાના ડાંસથી સૌને ચોંકાવી પણ દીધા. બિગ બૉસ 14માં રાધેમાંએ કન્ટેસ્ટન્ટને ઉપદેશ આપ્યા અને આશીર્વાદ પણ આપ્યા. આ અંગે અખાડા પરિષદ તરફથી સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ બધુ પરિષદને જામ્યુ નહિઅને તેમણે રાધે માના સિદ્ધાંતો પર સવાલ ઉઠાવ્યા.

અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અખિલ ભારતીય અખાડા પરિષદ તરફથી ઔપચારિક નિવેદન જારી કરવામાં આવ્યુ છે. આમાં કહેવામાં આવ્યુ છે કે રાધે મા સંત નથી અને ના તેમને ધર્મની જાણકારી છે. એબીપી અધ્યક્ષે કહ્યુ કે રાધે મા કોઈ પણ અખાડા સાથે જોડાયેલા નથી.

રાધે મા કરે છે નાચ-ગાન
રાધે માને એબીપી અધ્યક્ષ નરેન્દ્ર ગિરીએ કહ્યુ કે રાધે મા પહેલા જૂના અખાડા સાથે જોડાયેલા હતા. તેમને મહામંડલેશ્વરની ઉપાધિ આપવામાં આવી હતી. પરંતુ તેમના રંગ જોયા બાદ તેમને કાઢી મૂકવામાં આવ્યા. નરેન્દ્ર ગિરીએ રાધે મા વિશે ત્યાં સુધી કહ્યુ કે તેમને ધર્મની કોઈ જાણકારી નથી તે માત્ર નાચ-ગાન કરી શકે છે.

બિગ બૉસ 14માં એન્ટ્રી બાદ બબાલ
રાધે માની બિગ બૉસ 14માં ગેસ્ટ એન્ટ્રી થઈ. જ્યાં તે થોડી વાર માટે બિગ બૉસ હાઉસમાં આવ્યા. ત્યારબાદ તેમના પર સવાલ ઉઠાવવામાં આવ્યા અને આ બબાલ મચી ગઈ.

રાધે માનો ડાંસ વીડિયો થયો હતો વાયરલ
બિગ બૉસ 14થી રાધે માનો ડાંસ વીડિયો થોડા દિવસ પહેલા વાયરલ થયો હતો. આ વીડિયોમાં બિગ બૉસ કન્ટેસ્ટન્ટ પણ રાધે માની જયના નારા લગાવતા જોવા મળી રહ્યા હતા.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
