Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bigg Boss 8 : સલમાનની જૅકલીન પહોંચી, પણ રણબીર કેમ ગાયબ?

મુંબઈ, 5 જાન્યુઆરી : બિગ બૉસ 8માંથી હવે સલમાન ખાનની વિદાય થઈ ચુકી છે અને ફરાહ ખાન પહોંચી ગયાં છે. એક સલમાન ખાનના કારણે અનેક લોકોને હેરાનગતિ થતી હતી. શાહરુખ ખાન કે આમિર ખાન તો બિગ બૉસ 8 શોના સેટ પર આવતા જ નહોતાં, તો સલમાનના એક્સ ગર્લફ્રેન્ડ કૅટરીના કૈફના હાલના બૉયફ્રેન્ડ રણબીર કપૂર માટે પણ આ શો લગભગ બૅન જ હતો.

એટલે જ તો તાજેતરમાં જ્યારે જૅકલીન ફર્નાન્ડીઝ અને અર્જુન રામપાલ પોતાની આગામી ફિલ્મ રૉયનું પ્રમોશન કરવા પહોંચ્યા હતાં. તે વખત સુધી શોના હોસ્ટ સલમાન ખાન જ હતાં અને એટલે જ રૉય ફિલ્મના વધુ એક હીરો રણબીર કપૂરની ગેરહાજરી અંગે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. સ્પષ્ટ છે કે રણબીર કપૂર હાલ કૅટરીના કૈફ સાથે રોમાંસ કરી રહ્યા છે. એક કૅટરીના કે જેઓ ક્યારેક સલમાનની બાહોમાં હતાં. એટલે જ કદાચ રણબીરે સલમાનના શો બિગ બૉસ 8માં આવવાનું ટાળ્યું હશે.

ખેર, આપણે જોઇએ કે અર્જુન-જૅકલીને શું કર્યું. ભાઈ, જૅકલીન તો સલમાનની ફૅવરિટ છે. કિક ફિલ્મમાં સલમાનની હીરોઇન જૅકલીન ફર્નાન્ડીઝ આજકાલ સલમાનના ખાસ મિત્રોમાં સામેલ થઈ ચુક્યાં છે. એટલે જૅકલીનને તો બિગ બૉસ 8માં સલમાન સાથે સ્ટેજ શો કરવામાં કોઈ વાંધો પડે તેમ હતું નહીં. ફિલ્મના લીડ હીરો અર્જુન રામપાલ પણ પહોંચ્યા હતાં.

ચાલો તસવીરો સાથે જોઇએ બિગ બૉસ 8માં સલમાન-અર્જુન-જૅકલીનની મસ્તી :

બિગ બૉસ 8માં અર્જુન-જૅકલીન

બિગ બૉસ 8માં અર્જુન-જૅકલીન

સલમાન ખાનના શો બિગ બૉસ 8ના ફિનાલેના ટ્વિસ્ટ દરમિયાન અર્જુન રામપાલ તથા જૅકલીન ફર્નાન્ડીઝ પોતાની આગામી ફિલ્મ રૉયના પ્રમોશન માટે પહોંચ્યાં.

સલમાન સાથે જૅકલીનનો ડાન્સ

સલમાન સાથે જૅકલીનનો ડાન્સ

સલમાન ખાન અને જૅકલીને પોતાની ફિલ્મ કિકના ગીતો પર ડાન્સ કર્યાં.

સલમાને પકડ્યો જૅકલીનનો પાલવ

સલમાને પકડ્યો જૅકલીનનો પાલવ

સલમાન ખાને કિકના ગીતના સ્ટેપ દરમિયાન જૅકલીનની સાડીનો પાલવ પોતાના દાંતો હેઠળ દબાવી લીધો હતો.

ફુલ મસ્તી

ફુલ મસ્તી

રૉયના પ્રમોશનના બહાને સલમાને જૅકલીન સાથે ખૂબ મસ્તી કરી હતી.

રણબીર ગાયબ

રણબીર ગાયબ

રૉય ફિલ્મમાં જૅકલીન ફર્નાન્ડીઝ, અર્જુન રામપાલ અને રણબીર કપૂર લીડ રોલમાં છે, પરંતુ રણબીર કપૂર બિગ બૉસ 8માં પહોંચ્યા નહોતાં.

સલમાન નડ્યાં?

સલમાન નડ્યાં?

રણબીર કેમ ગાયબ રહ્યાં? સીધી વાત છે. રણબીર હાલમાં જે કૅટરીના કૈફ સાથે રોમાંસ કરી રહ્યા છે, તેઓ એક સમયે સલમાનના ગર્લફ્રેન્ડ હતાં. એટલે જ રણબીરે સલમાનનો સામનો કરવાનો મુનાસિબ નહીં સમજ્યું હોય.

ફરાહ ખાન

ફરાહ ખાન

સલમાનના સ્થાને હવે બિગ બૉસ 8ને ફરાહ ખાન હોસ્ટ કરી રહ્યા છે. તેઓ એક માસ સુધી આ શોને હોસ્ટ કરશે.

ફરાહે સલમાન પાસેથી લીધી ટિપ્સ

ફરાહે સલમાન પાસેથી લીધી ટિપ્સ

ફરાહ ખાને સલમાન પાસેથી બિગ બૉસ 8ને હોસ્ટ કરવાની ટિપ્સ પણ લીધી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X