44ની ઉંમરમાં ઑન-સ્ક્રીન રોમાંસ પર 'અનુપમા'એ કહ્યુ - 'ક્યારેય વિચાર્યુ નહોતુ કે...'
મુંબઈઃ નાના પડદા પર ટીવી શો 'અનુપમા' ખૂબ લોકપ્રિય છે. શોની લીડ અભિનેત્રી રૂપાલી ગાંગુલીના ફેન્સ આજના સમયમાં આખા દેશમાં છે. રુપાલીને ભારતના ઘરે-ઘરમાં 'અનુપમા' તરીકે ઓળખ મળી છે. કરોડો દર્શક તેની ભૂમિકાને ખૂબ જ પસંદ કરે છે. 'અનુપમા'માં પોતાના અભિનયથી ફેમસ થયેલી રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર પણ ઘણી સક્રિય રહે છે. આ દરમિયાન હવે તેણે શોમાં ચાલી રહેલ ઑન-સ્ક્રીન રોમાંસ પર પોતાનુ રિએક્શન આપ્યુ છે.

ટેલીવિઝન સ્ક્રીનનો સૌથી વધુ ટૉપ રેટેડ શો
વર્તમાન સમયમાં 'અનુપમા' ટેલીવિઝન સ્ક્રીનનો સૌથી ટૉપ રેટેડ શો છે. સીરિયલ 'અનુપમા' અને અભિનેત્રી રુપાલી ગાંગુલીને દર્શકોનુ ખૂબ અટેન્શન અને પ્રેમ મળી રહ્યો છે. આ શો એક મિડલ એજવાળી મહિલાની લાઈફ જર્ની પર બેઝ્ડ છે. જે એક હાઉસ વાઈફ છે અને પોતાની ઓળખ બનાવવામાં લાગી છે. શોના વર્તમાન ટ્રેકમાં 'અનુપમા' અનુજ સાથે રોમાંસ કરતી જોવા મળી રહી છે અને તેની લવ સ્ટોરીને દર્શકોને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે.

શોના રોમેન્ટીક ટ્રેક પર રૂપાલીનુ રિએક્શન
વળી, હવે શોમાં ઑન-સ્ક્રીન ચાલી રહેલ રોમેન્ટીક ટ્રેક વિશે ઈટાઈમ્સ સાથે વાત કરીને રુપાલી ગાંગુલીએ કહ્યુ, 'આ એકદમ અદભૂત લાગે છે. અનુપમામાં પરિવર્તન જ એકમાત્ર સ્થિર વસ્તુ છે. શુરુઆતમાં આ શો વનરાજ અને અનુપમાની કહાની અને તેના ફેમિલી વનરાજ અને અનુપમાની કહાની અને તેના ફેમિલી ડ્રામા પર ફોકસ હતુ. મે ક્યારેય વિચાર્યુ પણ નહોતુ કે આવુ કંઈક થશે, જ્યારથી આ શો થયો ત્યારથી અનુપમાની જિંદગીમાં વધુ એક વ્યક્તિ આવી રહ્યો છે.'

'ગભરાટ અનુભવુ છુ...'
પોતાની વાતચીતમાં રૂપાલી ગાંગુલીએ આગળ કહ્યુ કે જે રીતે રાજન શાહી(શો નિર્માતા) અને તેમની ટીમે અનુપમાના ટ્રાન્સફૉર્મેશનનો આ આખો ટ્રેક બનાવ્યો છે તે દિલને સ્પર્શી જાય તેવો છે. જેવુ કે હું હમેશા કહુ છુ કે દરેક મહિલામાં નાની એક છોકરી હોય છે અને દરેક પુરુષમાં એક છોકરો હોય છે અને જ્યારે પણ હું અનુજની ભૂમિકા નિભાવનાર ગૌરવ સાથે પોતાન દ્રષ્ય જોઉ છુ તો ગભરાટ અનુભવુ છુ. અભિનેત્રીએ આગળ કહ્યુ કે આ ઉંમરમાં પણ રાજન શાહીએ મારી હીરોઈન બનવાની બધી ઈચ્છાઓ પૂરી કરી દીધી છે.

'મે ક્યારેય વિચાર્યુ નહોતુ કે...'
આ ઉપરાંત ટીવી અભિનેત્રી રુપાલીએ આટલી ઉંમરમાં ઑન-સ્ક્રીન રોમાંસ કરવા પર પણ પોતાનુ રિએક્શન આપ્યુ છે. તેણે કહ્યુ, 'મે ક્યારેય વિચાર્યુ નહોતુ કે મને આ ઉંમરમાં ઑન-સ્ક્રીન રોમાંસ કરવા મળશે. ખાસ કરીને એ જે હું અત્યારે કરી રહી છુ, જે તમારા દિલની ધડકનોને વધારી દે છે અને ત્યાં કેરેક્ટરો વચ્ચે કોઈ ફિઝિકલ કેમેસ્ટ્રી નથી. હું બીજા શોમાં ઘણી બધી ફિઝિકલ કેમેસ્ટ્રી જોઈ રહી છુ પરંતુ અહીં દર્શક આના માટે તરસી રહ્યા છે.'

શો જોઈને આવુ રહે છે પતિનુ રિએક્શન
વળી, અભિનેત્રીએ શોમાં ચાલી રહેલ લવ ટ્રેક પર પોતાના પતિના રિએક્શન પર પણ ખુલીને વાત કરી. તેણે જણાવ્યુ કે તેના પતિ અનુજ અને અનુપમા વચ્ચે ચાલી રહેલ વર્તમાન રોમેન્ટીક કેમેસ્ટ્રીને પસંદ કરી રહ્યા છે. બંને સાથે શો જુએ છે અને તેના સૌથી મોટા ટીકાકાર હોવા સાથે તેના સૌથી મોટા સમર્થક પણ છે. અભિનેત્રીએ જણાવ્યુ કે તેણે ખુદ ઘણી જાહેરાતોને ડાયરેક્ટ કરી છે. માટે તે નાની બારીકીઓને પકડી લે છે અને તેને જણાવે છે કે તે ક્યાં સારુ કરી શકે છે.