For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

42 વર્ષની ઉંમરમાં 'સાથ નિભાના સાથિયા'ની અભિનેત્રી રાખડી વેચવા મજબૂર, લૉકડાઉનમાં હાલત થઈ કફોડી

કોરોનાના કારણે છેલ્લા એક વર્ષથી કામ ન હોવા તેમજ પૈસાની કોઈ બચત ન હોવાના કારણે હવે વંદના વિઠલાની રાખડી વેચવા પર મજબૂર થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કોરોના મહામારી દરમિયાન કામ ન હોવાથી બચેલી બધી કમાણી ખર્ચાઈ જવાના કારણે આવેલી આર્થિક તંગી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે ગંભીર વિષય બની ચૂક્યો છે. સતત ઘણા એક્ટર પૈસા ન હોવાના કારણે કે પછી ગંભીર બિમારીના કારણે પૈસાની મદદ માંગી રહ્યા છે. આ યાદીમાં હવે ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ 'સાથ નિભાના સાથિયા'ની ઉર્મિલા મામી એટલે કે વંદના વિઠલાનીનુ નામ જોડાઈ ચૂક્યુ છે. વંદના વિઠલાનીએ ગોપી બહુની મામીની ભૂમિકામાં લોકપ્રિયતા મેળવી. પરંતુ હવે કોરોનાના કારણે છેલ્લા એક વર્ષથી કામ ન હોવા તેમજ પૈસાની કોઈ બચત ન હોવાના કારણે હવે વંદના વિઠલાની રાખડી વેચવા પર મજબૂર થઈ ગઈ છે.

રાખડીઓ વેચવાનુ કામ શરુ કર્યુ

રાખડીઓ વેચવાનુ કામ શરુ કર્યુ

વંદનાએ લોકોને મદદની અપીલ કરવાના બદલે ખુદ હિંમત બતાવીને લૉકડાઉન દરમિયાન રાખડીઓ વેચવાનુ કામ કર્યુ છે જેથી તેમનુ ઘર અને બાકીની રોજિંદી જરૂરિયાતો પૂરી થઈ શકે. વંદનાએ જણાવ્યુ કે કામ સાથે તેના માટે રાખડી બનાવવી અને તેને લોકો સુધી મોકલવા સાથે કમાણી કરવી પણ જરૂરી છે.

વંદના વિઠલાનીની આર્થિક મુશ્કેલી

વંદના વિઠલાનીની આર્થિક મુશ્કેલી

એક વેબસાઈટ સાથે વાતચીતમાં વંદના વિઠલાનીએ પોતાની સાથે થઈ રહેલી આર્થિક મુશ્કેલી પરથી પડદો હટાવ્યો છે. વંદનાએ એક વેબસાઈટ સાથે વાતચીતમાં કહ્યુ છે કે કોરોનાના કારણે ઘણા લોકોએ પોતાનુ પ્રોફેશન બદલ્યુ છે. આનુ કારણ સ્પષ્ટ છે કે ખર્ચ પહેલા જેવા જ છે પરંતુ કમાણીની કમી છે. હું પણ આ સમસ્યાથી ઘણા સમયથી સામનો કરી રહી છુ.

ઈન્સ્ટાગ્રામથી વેચે છે રાખડીઓ વંદના વિઠલાની

ઈન્સ્ટાગ્રામથી વેચે છે રાખડીઓ વંદના વિઠલાની

વંદના વિઠલાનીએ આગળ કહ્યુ કે એવુ નથી કે મારી પાસે કામ નથી. બે શો આ વર્ષે છે મારી પાસે. તો પણ રાખડીઓ બનાવી રહી છુ. મને રાખડીઓ માટે લોકોની પ્રતિક્રિયા પણ સારી મળી રહી છે. હાલમાં જ 3 દિવસ પહેલા મે ઈન્સ્ટાગ્રામ પર મારી રાખડીઓ વિશે માહિતી આપી હતી. મને ત્યાંથી લગભગ 20 રાખડીઓનુ કામ મળ્યુ છે.

વંદના વિઠલાની શૂટિંગ સાથે પૈસા માટે વેચી રહી છે રાખડીઓ

વંદના વિઠલાની શૂટિંગ સાથે પૈસા માટે વેચી રહી છે રાખડીઓ

વંદના વિઠલાનીએ જણાવ્યુ કે હું શૂટિંગ વચ્ચે રાખડીઓ પણ બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે વંદના વિઠલાની હાલમાં ટીવી શો પંડ્યા સ્ટોરમાં કામ કરી રહી છે. જલ્દી તે સ્ટાર ભારતના નવા શો 'તેરા મેરા સાથ રહે'માં પણ એક ખાસ ભૂમિકામાં જોવા મળશે. આ શોમાં જિયા માનેક અને રુપલ પટેલ સાસુ-વહુની ભૂમિકામાં પાછા આવી રહ્યા છે.

કોરોનામાં કલાકારોની હાલત ખરાબ

કોરોનામાં કલાકારોની હાલત ખરાબ

તમને જણાવી દઈએ કે વંદના વિઠલાનીની જેમ ટીવી અને ફિલ્મ સાથે જોડાયેલા ઘણા ચહેરા સામે આવ્યા જેમણે આર્થિક મુશ્કેલીમાં લોકોની મદદ માંગી. કોઈએ શાકભાજી વેચીને ઘર ચલાવ્યુ તો કોઈએ પત્નીના ઘરેણા વેચીને પોતાનુ કામ ચલાવ્યુ. મંગલ પાંડે અને અગ્નિપથ ફિલ્મના કલાકાર રાજેશ કરીરે ફેસબુક દ્વારા વીડિયો પોસ્ટ કરીને મદદ માંગી હતી.

શગુફ્તા અલીએ સામે આવીને પૈસાની મદદ માંગી

શગુફ્તા અલીએ સામે આવીને પૈસાની મદદ માંગી

સોનૂ સુદે પણ રાજેશ કરીરની મદદ કરી હતી. ઘણા ટીવી શોનો લોકપ્રિય ચહેરો આશિષ રૉય પણ આર્થિક તંગીની પરેશાન હતા. ઘણી બિમારી હોવાના કારણે તેમનુ નિધન થઈ ગયુ. ટીવી અભિનેત્રી નૂપુર અલંકારે પણ આર્થિક મદદ માંગી. ટીવી શો બાલિકા વધુએ સહાયક નિર્દેશક રામવૃક્ષ અને ગૌરને તો શાકભાજી વેચવુ પડ્યુ. હાલમાં જ શગુફ્તા અલીએ સામે આવીને પૈસાની મદદ માંગી. રોહિત શેટ્ટીએ પણ આગળ આવીને શગુફ્તા અલી માટે પૈસા આપ્યા.

English summary
'Saath Nibhana Sathiya' actress suffer no work financial crisis, selling rakhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X