જોરદાર અફવા: સલમાન જ કરશે બિગબોસ-9નું હોસ્ટીંગ

ટેલિવીઝન: સલમાન ખાનના ફેન્સ માટે દિલધડક સમાચાર છે કે બિગબોસ-9નું હોસ્ટીંગ સલમાન ખાન જ કરશે. જો કે આ અંગે કોઈ આધાકારિક ઘોષણા નથી કરવામાં આવી. પણ માનવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન જ આ સીઝનને હોસ્ટ કરશે. આ અંગે ચેનલ દ્વારા તેમને ઓફર કરી દેવામાં આવી છે જે સલમાન ખાનને ઘણી ગમી છે.

bigg boss 9

આ પહેલા સલમાન ખાને સીઝન-8ને હોસ્ટ કરવાની ના પાડી હતી કારણ કે તેમને શોનો કોન્સેપ્ટ નાપસંદ હતો. ત્યારબાદ સીઝન-7ની બે કરોડની ફીના સ્થાને તેમને સીઝન-8 માટે એક એપિસોડ દીઠ પાંચ-છ કરોડની ફી આપવામાં આવતા સલમાને સીઝન-8 ખુશી ખુશી કરી. આ સીઝન માટે પણ સલમાને ના પાડી દીધી છે, પણ જો આધિકારીક સૂત્રોની માનીએ તો બધું ફાઈનલ થઈ ગયું છે. સલમાન ખાનની ડેટ્સ મળી જાય એટલે બિગબોસ સીઝન-9નું એલાન થઈ જશે.

જો કે સલમાનના સ્થાને અન્ય ઓપ્શન પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. જેમાં અક્ષયકુમારથી લઈને રણવીર સિંહ અને ફરાહ ખાન પણ શામિલ હતા. આ પહેલા સલમાને પણ મજાક કરતા કહ્યું હતું કે ફરાહના આવવાથી શોની TRP વધી ગઈ હતી, તો શો તેજ હોસ્ટ કરે!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X