Pics : બિગ બૉસમાં શાહરુખનું સ્વાગત છે : સલમાન

મુંબઈ, 12 સપ્ટેમ્બર : સલમાન ખાન અને શાહરુખ ખાન વચ્ચે ક્યારેય મૈત્રી ન થઈ શકે. થોડાંક દિવસ અગાઉ લોકોનો આ જ ખ્યાલ હતો, પરંતુ હવે કદાચ ધીરે-ધીરે લોકોની વિચારસરણી બદલાઈ જશે, કારણ કે સલમાન-શાહરુખ જે રીતે એક-બીજા અંગે પૉઝિટિવ બોલવા લાગ્યાં છે, તે જોતાં એવું જ લાગે છે કે હવે બંને વચ્ચે સુલેહ પણ જલ્દીથી થઈ જશે.

તાજેતરમાં જ સલમાને પોતાના હિટ ટેલીવિઝન શો બિગ બૉસ 7 માટે યોજાયેલ પ્રેસ કૉન્ફરંસ દરમિયાન જણાવ્યું કે શાહરુખ ખાન ઇચ્છે, તો તેઓ પણ તેમના શો એટલે કે બિગ બૉસમાં આવી પોતાની ફિલ્મનું પ્રમોશન કરી શકે છે, જેવું બીજા સ્ટાર્સ કરે છે. સલમાનનું આટલું કહેવું મીડિયા માટે ઘણુ હતું અને તે પછી તો મીડિયાએ સલમાનને તમામ પ્રશ્નો શાહરુખ ખાન અંગે જ કર્યાં.

જોકે સલમાન ખાન ખૂબ જ સારા મૂડમાં હતાં, તેથી તેમણે વગર ગુસ્સે અને ઇરિટેશને તમામ સવાલોના જવાબ આપ્યાં. મીડિયાએ એમ પણ પૂછ્યું કે સલમાનનું એંજલ રૂપ કંઈક વધુ જ નજરે પડી ર્યું છે. સલમાન લોકોને ગોળે લગાવે છે, દોસ્તી કરે છે. આના જવાબમાં સલમાને મીડિયાનો ઇશારો સમજતાં રમઝાન પ્રસંગે શાહરુખને ગળે ભેંટવાની વાતનો જવાબ આપતા જણાવ્યું કે આપ કોઈની નજીકથી પસાર થતા હોવ, તો તેને ગળે ન લગાડવું ખોટું કહેવાય. તેથી અમે એક-બીજાને ભેંટ્યાં. સલમાને આ પ્રેસ કૉન્ફરંસ દરમિયાન મીડિયાની પણ ખૂબ ખિંચાઈ કરી. સાથે જ તેમણે તે તમામ પ્રશ્નોના ઉત્તર પણ આપ્યાં કે અગાઉ જેને સાંભળી તેઓ ભડકી ઉઠતા હતાં.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

સલમાનનું શાહરુખને આમંત્રણ

સલમાનનું શાહરુખને આમંત્રણ

સલમાને જણાવ્યું કે શાહરુખને બિગ બૉસમાં આવી પોતાની ફિલ્મનું પ્રમોશન કરવાની છૂટ છે. જો તેઓ આવવા માંગે, તો બિગ બૉસમાં બીજા સ્ટાર્સની જેમ તેઓ પણ આવીને પોતાની ફિલ્મ પ્રમોટ કરી શકે છે.

શાહરુખને મારશે કામથી

શાહરુખને મારશે કામથી

સલમાને જણાવ્યું કે જો કોઈને મારવું જ હોય, તો કામથી મારો, નહીં કે બોલીને. સલમાને કહ્યું કે જેમ હમણા શાહરુખ સૌની મારીને જતા રહ્યાં છે અને હવે આમિર ખાન પણ આવી રહ્યાં છે મારવા માટે.

રણબીર પણ મારે છે સલમાનની

રણબીર પણ મારે છે સલમાનની

સલમાને એમ પણ જણાવ્યું કે રણબીર કે જે બૉલીવુડમાં નવા છોકરા છે, તે પણ આજકાલ સૌની મારી રહ્યાં છે. સલમાને કહ્યું કે હવે આમિર-રણબીરનો વારો છે. શાહરુખ તો પોતાનું કામ કરી ચુક્યાં છે.

કેબીસી પણ કરી શકું

કેબીસી પણ કરી શકું

સલમાને પૂછાયું કે શું તેઓ ક્યારેક આમિરના સત્યમેવ જયતે જેવો શો હોસ્ટ કરશે, તો સલમાને કહ્યું હાલ તો આમિર તે શો કરી રહ્યાં છે. જ્યારે તેઓ નહીં કરે, તો હું કરી લઇશ. પછી અમિતાભ પણ કેબીસી નહીં કરે, તો કેબીસી પણ હું કરી લઇશ.

તો ખોટું કહેવાત

તો ખોટું કહેવાત

સલમાને જણાવ્યું કે આપ કોઈની નજીકથી પસાર થતા હોવ, તો તેને ગળે ન લગાડવું ખોટું કહેવાય. તેથી અમે એક-બીજાને ભેંટ્યાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X