બજરંગી ભાઈજાને આપી કોમેડી કિંગ કપિલ શર્માને દિવાળી ગિફ્ટ, શો કરશે પ્રોડ્યુસ

કપિલ શર્મા વિશે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે હવે તેમના કાર્યક્રમને પ્રોડ્યુસ કરશે બોલિવુડના મસીહા કહેવાતા સલમાન ખાન.

કોમેડી કિંગ કપિલ શર્માના કમબેકની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ડિસેમ્બરમાં પોતાની નવી ઈનિંગ રમવા જઈ રહેલા કપિલ શર્મા વિશે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે હવે તેમના કાર્યક્રમને પ્રોડ્યુસ કરશે બોલિવુડના મસીહા કહેવાતા સલમાન ખાન. મિડ ડેમાં છપાયેલા સમાચાર મુજબ કપિલ શર્માના શોને સલમાન ખાન પ્રોડક્શન હાઉસ પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે જેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.

16 ડિસેમ્બરથી કપિલ કરશે શૂટિંગ

16 ડિસેમ્બરથી કપિલ કરશે શૂટિંગ

અને જો બધુ નક્કી કાર્યક્રમ મુજબ રહ્યુ તો 16 ડિસેમ્બરથી કપિલ શર્મા શૂટિંગ પણ શરૂ કરી દેશે. તમને જણાવી દઈએ કે કપિલનું બેનર જ શોને પ્રોડ્યુસ કરતુ હતુ પરંતુ હવે સલમાન ખાન કપિલના શોને પ્રોડ્યુસ કરશે. સમાચાર મુજબ કપિલના શો માટે ફિલ્મ સિટીના આઠમાં ફ્લોર પર સેટ પણ બની ગયો છે.

કપિલ શર્મા 12 ડિસેમ્બરે ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે કરશે લગ્ન

કપિલ શર્મા 12 ડિસેમ્બરે ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે કરશે લગ્ન

શોની પહેલા કપિલ શર્મા 12 ડિસેમ્બરે પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે જલંધરમાં સાત ફેરા લેશે. આ લગ્નમાં ઘણા વીઆઈપી મહેમાનો શામેલ થવાની આશા છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ લગ્નમાં કરોડોનો ખર્ચ થશે.

આ લગ્ન જલંધરના કબાના રિસોર્ટમાં થશે

આ લગ્ન જલંધરના કબાના રિસોર્ટમાં થશે

આ લગ્ન જલંધરના કબાના રિસોર્ટમાં થશે. જ્યાં 2 દિવસ સુધી લગ્નનું ફંક્શન થશે. લગ્ન પહેલા અહીં જ મહેંદી, સંગીતનો પણ કાર્યક્રમ થશે અને ત્યારબાદ ત્યાં લગ્ન અને રિસેપ્શન થશે. 14 ડિસેમ્બરે રિસેપ્શન પાર્ટી થશે.

આ હશે મહેમાન

આ હશે મહેમાન

મીડિયા રિપોર્ટ્સની માનીએ તો કપિલ શર્મા પોતાના લગ્નમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, રણમબીર કપૂર, અજય દેવગણ, સૂર કોકિલા લતા મંગેશકર જેવા તમામ મોટા સ્ટાર્સને આમંત્રણ મોકલવાના છે. કુલ મળીને લગ્નમાં 200થી વધુ વીઆઈપી મહેમાનોના શામેલ થવાની અપેક્ષા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X