ડેલનાઝ વફાદાર હોત તો રાજીવ મારી પાસે ન આવત : સના
મુંબઈ, 4 જાન્યુઆરી : બિગ બૉસના ઘરે ભયંકર લડાઈ વચ્ચે ઇશ્કની નવી કહાણી ચાલી રહી છે. આ કથિત ઇશ્ક છે રાજીવ પૉલ અને સના ખાન વચ્ચે. રાજીવના આ કૃત્યોના કારણે તેમના પૂર્વ પત્ની ડેલનાઝ ઈરાનીએ પણ અનેક કડવી વાતો સાંભળવી પડે છે. હવે ગઈકાલનો જ એપિસોડ લ્યો. દિગ્દર્શક-કોરિયોગ્રાફર ફરાહ ખાન સામે ઑડિશન દરમિયાન સનાના મોઢામાંથી એક કડવી વાત નિકળી જ ગઈ. સનાએ ડેલનાઝને કહ્યું - તમે આટલા જ વફાદાર હોત, તો તમારો પતિ આજે મારી પાછળ ન પડ્યો હોત.

જોકે જે રીતે રાજીવ-ડેલનાઝના સંબંધો આ બિગ બૉસમાં વણસ્યા છે, તે જોતાં આ મોટી બાબત હતી. ડેલનાઝ ગઈકાલે રાજીવ સાથે બેઠાં. તેમને સજમાવવાની કોશિશ કરી રહ્યા હતાં. ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયાં. આ આંસુઓ અંગેની પ્રથમ કડવી વાત ઉર્વશીએ કહી.
ઉર્વશીએ જણાવ્યું - તમે બંનેએ પોતાના સંબંધોના જે રીતે નેશનલ ચૅનલ ઉપર લીરેલીરા ઉડાવ્યાં, તે ખોટુ હતું. ઉપરથી ડેલનાઝ, તમારા ભાઈએ અહીં આવી જે કર્યું, તે પણ ખોટુ હતું. એટલું જ નહીં, બાકી બચ્યુ હતું તો તે કામ તમારી માએ કરી નાંખ્યું. જો તમારે બંનેના છુટાછેડા થઈ ગયા હતાં, તો બિગ બૉસમાં તમારે માત્ર કો-કન્ટેસ્ટંટની જેમ જ રહેવું જોઇતુ હતું. તમારે તેમના પ્રત્યે પ્રેમ કે નફરત વ્યક્ત કરવી ન જોઇતી હતી.
થોડીક વાર બાદ જ્યારે ફરાહ ખાને એન્ટ્રી મારી, તો ઘરનો માહોલ થોડોક બદલાઈ ગયો. ફહાહે પોતાની કથિત ફિલ્મ મૃગનયની માટે ઑડિશન કર્યું. આ દરમિયાન રાજીવ અને ઇમામ સિદ્દીકી એટલા બધા ખુલીને નાચ્યાં કે ઇમામ તો એ પણ ભુલી ગયાં કે રાજીવે તેમને માની ગાળ આપી હતી. બીજી બાજુ ડેલનાઝે જ્યારે સનાની વફાદારી અંગે સવાલ ઉઠાવ્યો, તો જવાબ મળ્યો - તમે એટલાં જ વફાદાર હોત, તો તમારો પતિ આજે મારી પાસે ન હોત. વાત તો આઈ-ગઈ થઈ ગઈ, પરંતુ ડેલનાઝના ચહેરે સાફ ઝળકતું હતું કે તેમને આ વાત ખૂબ ખોટી લાગી છે. જોકે તે વખતે ફરાહ હાજર હતાં, તેથી મોટો હોબાળો ન થયો. નહીંતર વધુ એક એપિસોડ ચટપટો થઈ જાત.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન








Click it and Unblock the Notifications
