બિગ બૉસ 7 : સંગ્રામને મળી ફર્સ્ટ ફાઇનલિસ્ટની ટિકિટ
લોનાવાલા, 24 ડિસેમ્બર : બિગ બૉસ 7ના છેલ્લા સપ્તાહે બચેલા પાંચ સ્પર્ધકોમાંથી એક એટલે કે સંગ્રામ સિંહને પ્રથમ ડાયરેક્ટ ફાઇનલિસ્ટની ટિકિટ મળી ગઈ છે. હવે બાકીના ચાર સ્પર્ધકોમાંથી કોઈ એક સ્પર્ધકને આગામી દિવસોમાં બિગ બૉસમાંથી બહાર કરી દેવાશે. સંગ્રામ સિંહ બાદ વીજે ઍન્ડી, એઝાઝ અહેમદ, તનીષા મુખર્જી તથા ગૌહર ખાન બચ્યાં છે. આમાંથી હજી એક સ્પર્ધક બહાર નિકળ્યા બાદ ફાઇનલિસ્ટનો જંગ શરૂ થશે.

બિગ બૉસે જણાવ્યું કે ઘરના તમામ સભ્યો મળી કોઈ એકને આ બૉક્સનો હકદાર બનાવે અને સૌએ મળી સંગ્રામને હકદાર બનાવ્યાં. એઝાઝે પણ પુરતા પ્રયત્નો કર્યાં કે તેઓ આ બૉક્સ લઈ લે, પણ ઍન્ડી તેમજ ગૌહર બંનેએ સંગ્રામને વોટ કર્યો તથા સંગ્રામ સિંહને અંતે હકદાર બનાવાયાં. બૉક્સ ખોલતા જ સંગ્રામ સિંહ ખુશ થઈ ગયાં અને તેમણે સૌને ફર્સ્ટ ફાઇનલિસ્ટની ટિકિટ બતાવી. આ ટિકિટ જોઈ બાકીના સભ્યો ખુશ તો થયાં, પણ બધાના મનમાં એક વાત હતી કે તેઓ પણ આ ટિકિટના હકદાર બની શકતા હતાં. હવે જોઇએ કે બાકીના ચાર સ્પર્ધકોમાંથી આ સપ્તાહે કોણ બહાર જાય છે.












Click it and Unblock the Notifications
