Off Air થશે સરસ્વતીચંદ્ર, પવિત્ર રિશ્તા અને ફનાહ : Biggest Flop Shows
મુંબઈ, 12 સપ્ટેમ્બર : સરસ્વતીચંદ્ર, પવિત્ર રિશ્તા અને એમટીવી ફનાહ શો ટુંક સમયમાં જ બંધ થઈ જશે. જોકે સરસ્વતીચંદ્ર અને પવિત્ર રિશ્તા બંધ થતા તો દર્શકોને રાહત થશે, પણ ફનાહનું બંધ થવું દર્શકોને કદાચ હજમ નહીં થાય.
મળતી માહિતી મુજબ 1લી જૂન, 2009ના રોજ શરૂ થયેલ ઝી ટીવીનો પવિત્ર રિશ્તા શો ખૂબ જ જલ્દી બંધ થઈ જવાનો છે. આ શોમાં સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે લીડ રોલમાં છે. બીજી બાજુ સરસ્વતીચંદ્ર પણ ઓછી ટીઆરપી રેટિંગના પગલે બંધ થઈ જવા રહ્યો છે. 25મી ફેબ્રુઆરી, 2013ના રોજ શરૂ થયેલ ગૌતમ રોડે અને જેનિફર વિંગેટ અભિનીત સરસ્વતીચંદ્ર 20મી સપ્ટેમ્બરે બંધ થઈ જશે. આ બંને શો એમ પણ દર્શકો માટે બોઝારૂપ બની ગયા હતાં અને તે બંધ થતા દર્શકોને રાહત જ મળશે.
બીજી બાજુ કરણ કુંદ્રા અભિનીત એમટીવી ફનાહ શો પણ બંધ થવાની તૈયારીમાં છે, પરંતુ તેની પાછળના કારણો કંઇક જુદા જ છે. આ શો બંધ થવાના સમાચારે દર્શકોને આંચકો આપ્યો છે, કારણ કે મુખ્યત્વે આ શો યુવાનો પર આધારિત છે, પરંતુ કરણ કુંદ્રા સહિતના આ શોના કલાકારોની બીમારી અને તેમની સાથે થયેલ અકસ્માતોના પગલે આ શો બંધ કરવા માટે નિર્માતાઓ મજબૂર બન્યા છે.
ચાલો આપને બતાવીએ Biggest Flop Tv Shows :

અનામિકા
સોની ટીવીનો શો અનામિકા 26મી નવેમ્બર, 2012ના રોજ શરૂ થયો હતો, પરંતુ તે 13મી સપ્ટેમ્બર, 2013ના રોજ ઑફ-ઍર થઈ ગયો.

અમિતા કા અમિત
અમિતા કા અમિત પણ રસપ્રદ શો હતો. તેમાં જાડી છોકરી અમિતાની સંકીર્ણતા અને અમિત સાથે તેના ઍરેંજ મૅરેજની સારી વાર્તા હતી, પરંતુ આ શો એક જ વર્ષ ચાલી શક્યો.

છનછન
શનાયા ઈરાની અભિનીત છનછન ખૂબ જ ચર્ચામાં રહ્યો, પણ શરુઆતથી જ તેમાં કલાકારોના રિપ્લેસમેંટે તેની ટીઆરપી રેટિંગ ડાઉન કરી નાંખી અને થોડાક જ મહીનામાં તે બંધ થઈ ગયો.

ના બોલે તુમ ના મૈંને કુછ કહા
ના બોલે તુમ ના મૈંને કુછ કહા શો પહેલી સીઝનમાં સફળ રહ્યો, પરંતુ તેની બીજી સીઝન દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી. જોકે લીડ પૅર મોહન-મેઘા આકર્ષક હતાં, પરંતુ ટીઆરપી વધારવામાં કામયાબ ન નિવડ્યાં.

એક ઘર બનાઉંગા
એક ઘર બનાઉંગા પણ ફ્લૉપ ટીવી શો રહ્યો. તેની પાછળનું કારણ ટાઇમ સ્લૉટ હતું. આ શોમાં એક પતિ તેના સાસરી પક્ષના લોકોની જવાબદારીઓ ઉપાડે છે.

સંસ્કાર ધરોહર અપનોં કી
સંસ્કાર ધરોહર અપનોં કી સીરિયલ 14મી જાન્યુઆરી, 2013ના રોજ શરૂ થઈ અને 30મી એપ્રિલ, 2014ના રોજ બંધ થઈ ગઈ.

દિલ કી નઝર સે
દિલ કી નઝર સે ખૂબસૂરત શો પણ 25મી ફેબ્રુઆરી, 2013ના રોજ શરૂ થયો અને પાંચ મહીના બાદ 19મી જાન્યુઆરી, 2013ના રોજ બંધ થઈ ગયો.

સરસ્વતીચંદ્ર
સરસ્વતીચંદ્ર સીરિયલ સાથે સંજય લીલા ભાનુશાળી જેવુ નામ જોડાયેલુ હતું. આમ છતાં આ શો ઘટતી ટીઆરપીના પગલે બંધ થવાની તૈયારીમાં છે.

બાની ઇશ્ક દા કલમા
બાની ઇશ્ક દા કલમા 18મી માર્ચ, 2013ના રોજ શરૂ થઈ 20 જૂન, 2014ના રોજ પૂર્ણ થઈ ગયો.

સસુરાલ સિમર કા
સસુરાલ સિમર કા શોની વાર્તા સિમરના સપનાઓ અને સંઘર્ષો સાથે શરૂ થાય છે અને હાલમાં તે ટાઇમ લીપની કોશિશમાં છે. આ સીરિયલ ફ્લૉપ છે અને તેની ટીઆરપી પણ સતત ઘટતી રહી છે.

પવિત્ર રિશ્તા
પવિત્ર રિશ્તા શો પણ સતત ઘટતી ટીઆરપી અને દર્શકોના કંટાળાના પગલે બંધ થવાની તૈયારીમાં છે.

એમટીવી ફનાહ
એમટીવી ફનાહ શો યૂથ ફિક્શન શો છે, પરંતુ કલાકારોની બીમારી અને અકસ્માતના પગલે તે બંધ થઈ રહ્યો છે.