સિદ્ધૂના કારણે મને હાંકી કઢાઈ : સાયંતની ઘોષ
મુંબઈ, 5 નવેમ્બર : બિગ બૉસ સીઝન 6માં પ્રતિસ્પર્ધીઓનું આવવું-જવું ચાલું છે. પ્રતિસ્પર્ધીઓ બહાર નિકળી શોના લોકો અને હોસ્ટ ઉપર નિશાનો તાકી રહ્યાં છે. એક બાજુ બહાર નિકળ્યા બાદ અસીમ ત્રિવેદીએ સલમાન ખાન ઉપર સપના સાથે અભદ્ર વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો, તો બીજી બાજુ બિગ બૉસના ઘરમાંથી બહાર થયેલ ટેલીવિઝન એક્ટ્રેસ સાયંતની ઘોષે ભૂતપૂર્વ ક્રિકેટર નવજ્યોતસિંહ સિદ્ધૂ સામે ગંભીર આરોપો લગાવ્યાં છે.

સાયંતની ઘોષે જણાવ્યું કે તેમને સિદ્ધૂના કારણે શોમાંથી બહાર થવું પડ્યું છે. સિદ્ધૂજી પોતાની વધુ પડતાં બોલવાની આદત અને દંભી હોવાના પગલે સૌને સમજાવવામાં લાગેલા હતાં અને તે જ ચક્કરમાં જ્યારે મેં તેમની વાત ના માની, તો મને બહાર કરી દેવાઈ.
સાયંતનીએ જણાવ્યું - જોકે હું શોમાં જેટલો વખત પણ રહી, તે તમામ સમય મારા માટે ખૂબ સારૂ રહ્યું, પરંતુ અફસોસ કે હું વધુ સમય સુધી શોમાં રહી ના શકી, પરંતુ આ માટે સિદ્ધૂજી જ જવાબદાર છે. તેઓનું નામ મોટું છે. તેમની આગળ મારી કોઈ વાત ના ચાલી. તેમનું જ મગજ ચાલ્યું. તેના પગલે નૉમિનેશન પ્રોસેસમાં ફેરફાર કરવામાં આવ્યો અને અંતે તે જ મારા બહાર થવાનું કારણ બન્યું. મને લાગે છેકે સદ્ધૂજીએ ગેમ્સના રૂલ્સ શીખવા જોઇએ.












Click it and Unblock the Notifications
