
જેઠાલાલની 'કાશ્મીરી પત્ની'ની સુંદરતા સામે પાણી ભરે છે બબીતાજી, જુઓ ફોટોસ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દરેક ઘરનો ફેવરિટ શો છે. આ શો ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. જે કારણે ચાહકો તેમના અંગત જીવન વિશે પણ જાણવા માગે છે.

જેઠાલાલની 'કાશ્મીરી પત્ની'
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોરદાર સ્ટારકાસ્ટ છે, જેમાંથી એક તમને જેઠાલાલની 'કાશ્મીરી પત્ની' યાદ હશે. માત્ર થોડા જ એપિસોડમાંદેખાતા સિમ્પલ કૌલે જેઠાલાલની 'કાશ્મીરી પત્ની' બનીને લોકોના દિલ જીતી લીધા હતા.

ગુલાબો બનીને ઘણો ધૂમ મચાવી
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં સિમ્પલ કૌલનું પાત્ર ભલે નાનું હોય, પરંતુ તેણે લોકોનું ઘણું મનોરંજન કર્યું હતું. શોમાં સિમ્પલે જેઠાલાલની'કાશ્મીરી પત્ની' ગુલાબો બનીને ઘણો ધૂમ મચાવી હતી, પરંતુ દયા ભાભીના પ્રેમ સામે તેનો પ્રેમ ટકી શક્યો ન હતો.

ગુલાબનો પ્રેમ ફિક્કો પડી ગયો
આટલું જ નહીં ગુલાબોએ જેઠાલાલને મેળવવા માટે કોર્ટમાં કેસ પણ કર્યો હતો અને ગોકુલધામ સોસાયટીમાં તંબુ પણ લગાવ્યો હતો, પરંતુદયાભાભીના પ્રેમની સામે ગુલાબનો પ્રેમ ફિક્કો પડી ગયો હતો અને ગુલાબોને વિલા મોંઢે પરત ફરવું પડ્યું હતું.

રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે સિમ્પલ કૌલ
સિમ્પલ કૌલે ઘણા વર્ષો પહેલા ગુલાબોનો રોલ કર્યો હતો. ગુલાબનું પાત્ર થોડા એપિસોડ પછી સમાપ્ત થઈ ગયું અને સિમ્પલને શો છોડવોપડ્યો હતો. સિમ્પલ રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે. તે સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાનો જાદુ ચલાવતી રહે છે.

સિમ્પલ કૌલે વર્ષ 2002માં શરૂ કરી હતી કારકિર્દી
સિમ્પલ કૌલે તેની કારકિર્દી વર્ષ 2002માં શરૂ કરી હતી. 'કુસુમ', 'કુટુમ્બ', 'શરારત', 'યે મેરી લાઈફ હૈ', 'બા બહુ ઔર બેબી', 'ઐસા દેશ હૈમેરા', 'થ્રી બહુરાનિયાં', 'સાસ બિના સસુરાલ', 'જીની ઔર જુજુ', તે 'સુવરીન ગુગ્ગલ-ટોપર ઓફ ધ યર' અને 'ભાખરવડી' જેવી ટીવીસિરિયલોનો મહત્વનો ભાગ રહી ચુકી છે.

સિમ્પલ કૌલે શીખ્યું છે વેસ્ટર્ન મ્યુઝિક
સિમ્પલ કૌલે માત્ર અભિનય જગતમાં જ નહીં, પરંતુ સંગીત ઉદ્યોગમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. સિમ્પલ કૌલે હિંદુસ્તાની ક્લાસિકલસિવાય વેસ્ટર્ન મ્યુઝિક શીખ્યું છે, પરંતુ તેણે હજૂ સુધી બોલીવુડમાં મ્યુઝિકલ ડેબ્યૂ કર્યું નથી.

સિમ્પલ કૌલ એક બિઝનેસ વુમન પણ છે
એક્ટિંગ સિવાય સિમ્પલ કૌલ એક બિઝનેસ વુમન પણ છે. તેની પાસે 3 રેસ્ટોરન્ટ છે, જે તેણે મુંબઈમાં જ ખોલી છે. સિમ્પલ દરેક ક્ષેત્રમાંખૂબ સારું પ્રદર્શન કરી રહી છે.