DDLJ@1000 : કપિલના શોમાં ફરી જીવંત થઈ ઉઠી રાજ-સિમરનની Love Story

મુંબઈ, 2 ડિસેમ્બર : રાજ અને સિમરનની પ્રેમ કહાણી આજે પણ યુવાન દિલોને ભાવે છે. આજના દોરમાં મળે ક્યાં છે આવી સાચી અને હૃદયસ્પર્શી પ્રેમ કહાણી. કદાચ તેથી જ આજે પણ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ મુંબઈના મરાઠા થિયેટરમાં લાગેલી છે અને તાજેતરમાં જ ફિલ્મે 1000 અઠવાડિયા પૂરા પણ કર્યા છે. આ પ્રસંગે શાહરુખ ખાન, કાજોલ, અનુપમ ખેર, મંદિરા બેદી સહિત ફિલ્મની આખી કાસ્ટે જૂના સંસ્મરણો વાગોળ્યા.

કપિલ શર્માના કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોમાં શાહરુખ ખાન સાથે ડીડીએલજેની આખી ટીમ પહોંચી અને સૌએ મળી વીતેલા દિવસો યાદ કરી એક-બીજા સાથે ખૂબ મસ્તી કરી. અનુપમ ખેરે ટ્વિટર પર પોતાના ટ્વીટ્સ વડે ફૅન્સ સાથે પોતાની ખુશીઓ શૅર કરી અને લખ્યું - દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના 1000 એપિસોડ પૂરા થતા કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની ટીમ સાથે મજાનો સમય.

તો ચાલો જુઓ કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની ટીમે કેવી મસ્તી કરી :

કપિલના શોના સેટ પર

કપિલના શોના સેટ પર

ડીડીએલજેની આખી ટીમ કપિલના શોના સેટ પર પહોંચી હતી.

ઉજવણી

ઉજવણી

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના 1000 અઠવાડિયા પૂરા થવાની ઉજવણી કરવામાં આવી હતી.

શાહરુખ-કાજોલ

શાહરુખ-કાજોલ

શાહરુખ અને કાજોલે આ ફિલ્મમાં પોતાનો જાદૂ પાથર્યો હતો. બંને ફિલ્મની યાદો વગોળી રહ્યા છે.

શાહરુખ-કપિલ

શાહરુખ-કપિલ

શાહરુખે કપિલ શર્માને પોતાના કેટલાક ટ્રેડમાર્ક મૂવ્સ શીખવાડ્યા હતાં. બંનેનો રુખ કાજોલ તરફ હતો.

ગુત્થી

ગુત્થી

ગુત્થી ઉર્ફે સુનીલ ગ્રોવરે શાહરુખ સાથે સેલ્ફી લીધી હતી.

ફન ઑન સેટ્સ

ફન ઑન સેટ્સ

કપિલ-શાહરુખ અનુપમ ખેર સાથે મસ્તી કરતાં. અનુપમે ડીડીએલજેમાં શાહરુખ ઉર્ફે રાજના પિતાનો રોલ કર્યો હતો.

કાજોલ-પંખુડી

કાજોલ-પંખુડી

પંખુડી ઉર્ફે કિકુ શારદા સાથે સેલ્ફી લેતા કાજોલ.

કપિલ-અનુપમ

કપિલ-અનુપમ

અનુપમ ખેરના શો કુછ ભી હો સકતા હૈમાં કપિલ શર્મા પ્રથમ ગેસ્ટ હતાં.

દાદી-શાહરુખ

દાદી-શાહરુખ

દાદી ઉર્ફે અલી અસગર શાહરુખને હગિંગ કરતા જણાય છે.

ફૅન્સ

ફૅન્સ

શાહરુખના ફૅન્સ સ્ટેજ પર આવી ડાંસ કરી રહ્યા છે.

પુનઃ સાકાર ડીડીએલજે

પુનઃ સાકાર ડીડીએલજે

કપિલના શોમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જાણે ફરી એક વાર સાકાર થઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X