અંગૂરી ભાભી પર લાઇફટાઇમ બેન! યૌન શોષણનો કેસ હતો ખોટો?

Written By:
Subscribe to Oneindia News

ટીવી સિરિયલ 'ભાભીજી ઘર પર હે'ની અંગૂરી ભાભી એટલે કે એક્ટ્રેસ શિલ્પા શિંદે પર ટીવી એસોસિએશને બેન મુક્યો છે. એક્ટ્રેસ શિલ્પા શિંદે હવે ક્યારેય ટીવી પર જોવા નહીં મળે. ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ શિલ્પા શિંદેએ આ સિલિયલના પ્રોડ્યૂસરના પતિ પર યૌન શોષણ નો આરોપ મૂક્યો હતો.

Shilpa Shinde

પ્રોડ્યૂસરે આ મામલે પોતાના પતિનો સાથ આપતાં આ તમામ આરોપો ખોટા હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેણે શિલ્પા શિંદે અનપ્રોફેશનલ હોવાનો આરોપ પણ મૂક્યો હતો. આ કેસ અંગેના અનેક વિવાદો વચ્ચે એવી પણ વાત બહાર આવી હતી કે, શિલ્પા શિંદેએ પ્રોડ્યૂસરના પતિ વિરુદ્ધ યૌન શોષણનો કેસ દાખલ કરતાં પ્રોડ્યૂસરે શિલ્પાનું કરિયર ખતમ કરવાની ધમકી આપી હતી. શિલ્પા પર મુકવામાં આવેલ બેન બાદ આ ધમકી સાચી પડી હોવાનું લાગી રહ્યું છે.

CINTAAનું માનીએ તો, કેસ દરમિયાન શિલ્પાને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરી તક આપવામાં આવી હતી. પરંતુ તે પ્રોડ્યૂસરના પતિ સામેનો આરોપ સાબિત ન કરી શકી. તેમના પક્ષમાં માત્ર 5 ટકા વોટ પડ્યા, જ્યારે 95 ટકા લોકોનું માનવું હતું કે શિલ્પા ખોટું બોલી રહી છે.

આ કારણે જ શિલ્પા શિંદેને બેન કરવામાં આવી છે. હવે તે ટીવી પર જોવા નહીં મળે. શિલ્પા શિંદે પર લાઇફટાઇમ બેન મુકવામાં આવ્યો છે. એક રીતે કહી શકાય કે, 'ભાભીજી ઘર પર હે'ની પ્રોડ્યૂસરે શિલ્પા શિંદેનું કરિયર ખતમ કરી નાંખ્યું છે.

English summary
Shilpa Shinde sexual harassment case: Bhabi ji ghar par hain actor ousted from CINTAA!
Please Wait while comments are loading...