BB11: અંગૂરી ભાભી બની વિનર, 44 લાખ લઇને જશે પોતાના ઘરે
આખરે દેશને બિગ બોસ 11નો વિનર મળી ગયો છે. ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ અને ‘ભાભીજી ઘર પર હે' દ્વારા લોકોના મનમાં વસી ગયેલ એક્ટ્રેસ શિલ્પા શિંદે.
આખરે દેશને બિગ બોસ 11નો વિનર મળી ગયો છે. ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ અને 'ભાભીજી ઘર પર હે' દ્વારા લોકોના મનમાં વસી ગયેલ એક્ટ્રેસ શિલ્પા શિંદેએ ફિનાલેમાં હિના ખાન, વિકાસ ગુપ્તા અને પુનીશ શર્માને હરાવીને આ ખિતાબ મેળવ્યો છે. આ ગેમમાં હિના ખાન ફર્સ્ટ રનર અપ છે અને વિકાસ ગુપ્તા સેકન્ડ રનર અપ. શિલ્પા શિંદેને 44 લાખ રૂપિયા ઇનામમાં મળ્યા છે. ગ્રાન્ડ ફિનાલેમાં શોના ખાસ મહેમાન હતા અક્ષય કુમાર.

ગ્રાન્ડ ફિનાલે
અક્ષય કુમાર અને સલમાનની જોડીએ બિગ બોસ 11ના ગ્રાન્ડ ફિનાલેને વધુ ગ્રાન્ડ બનાવ્યો હતો. તેમણે ઢિંચાક પૂજા સાથે કેટલીક ફની મોમેન્ટ્સ શેર કરી હતી અને સાથે સેલ્ફી પણ લીધી હતી. સલમાને અક્ષયને ઘરની અંદર મોકલ્યો હતો અને તેણે એક ટાસ્ક પૂર્ણ કરતા એક કન્ટેસ્ટંટને ઘરની બહાર લઇને આવવાનું હતું.

અક્ષય લાવ્યા વિકાસને બહાર
અક્ષય કુમાર વિકાસ ગુપ્તાને ઘરની બહાર લઇને આવ્યો હતો, આ સાથે જ શિલ્પા શિંદે અને હિના ખાન શોના ટોપ 2 કન્ટેસ્ટંટ બની ગયા હતા. પુનીશ શર્માના બહાર ગયા બાદ હરીફાઇ શિલ્પા, હિના અને વિકાસ વચ્ચે હતી. ત્રણેય ફાઇનલિસ્ટ માટે 6 રૂપિયાના જેકપોટની ઓફર હતી, જેમાં હિના કે શિલ્પાને ખાસ રસ નહોતો. પરંતુ વિકાસ ગુપ્તાએ જેકપોટની રકમ લઇ રેસમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો.

ભાવુક થઇ શિલ્પા
આમ આખરી ટક્કર શિલ્પા શિંદે અને હિના ખાન વચ્ચે જામી હતી. જેમાં આખરે શિલ્પા શિંદેનો વિજય થયો હતો. શિલ્પાને જ્યારે સલમાને બિગ બોસની ટ્રોફી આપી ત્યારે તે ઘણી ભાવુક થઇ ગઇ હતી. ફિનાલે ટીવી પર ટેલિકાસ્ટ થાય એના થોડા કલાકો પહેલા જ સોશ્યલ મીડિયા પર સમાચાર આવી વહેતા થયા હતા કે, વિનર શિલ્પા શિંદે છે.

ઇમોશનલ જર્ની
ઉલ્લેખનીય છે કે, આ શોમાં શિલ્પાની જર્ની ખૂબ ઇમોશનલ રહી છે. પોતાના મમતાભર્યા સ્વભાવથી તેણે દર્શકોનું પણ મન જીતી લીધું છે. આ પહેલાં પણ સોશ્યલ મીડિયા પર તો તમામ કન્ટેસ્ટંટમાં શિલ્પાનું જ નામ સૌથી આગળ રહ્યું છે. શિલ્પાના સમર્થનમાં 7 કલાકમાં લગભગ 255 ટ્વીટ થયા હતા અને 8 કલાકમાં ટ્વીટની સંખ્યા 324 Kથી વધુ હતી.

સલમાને ક્યારેય શિલ્પા પર ગુસ્સો નથી કર્યો
શિલ્પાએ બિગ બોસ 11ના ઘરમાં 5 હજારથી વધુ રોટલી બનાવવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે. વિકાસ સાથે શિલ્પાની લડાઇ ખૂબ ચર્ચામાં રહી હતી. વળી શિલ્પા પહેલી એવી કન્ટેસ્ટંટ છે, જેને શોમાં સલમાન તરફથી એક પણ વાર ફટકાર નથી પડી અને આખા શોના ઇતિહાસમાં તે પહેલી એવી સભ્ય છે જેણે ઘરનો એક પણ નિયમ નથી તોડ્યો. માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાંથી પણ સૌથી વધુ સમર્થન શિલ્પાને મળ્યું છે.












Click it and Unblock the Notifications
