ઝલકના મંચે સેક્સી શ્વેતાએ કરી લગ્નની જાહેરાત

મુંબઈ, 22 જૂન : ટેલીવિઝન એટલે કે નાના પડદાના સૌથી સુંદર અભિનેત્રીઓમાંના એક શ્વેતા તિવારી આજકાલ કલર્સના જાણીતા રિયલિટી શો ઝલક દિખલા જામાં સ્પર્ધક તરીકે દેખાઈ રહ્યાં છે. લોકોમાં પ્રિય તથા અનેક રિયલિટી શોને પોતાના નામે કરી ચુકેલા શ્વેતા પાસે આ શોમાં પણ કોઇક મોટા ધડાકા અને દમદાર પરફૉર્મન્સની આશા સેવાઈ રહી છે. જોકે અત્યાર સુધીના એપિસોડમાં તો શ્વેતાએ દર્શકોને નિરાશ જ કર્યાં છે, પરંતુ તેમણે આ મંચ ઉપરથી રીયલ લાઇફની એક હકીકત સૌની સામે ખોલી નાંખી.

Shweta Tiwari

શનિવાર-રવિવાર રાત્રે નવ વાગ્યે પ્રસારિત થનાર ઝલક દિખલા જા શોમાં શ્વેતા તિવારીએ જાહેરાત કરી કે તેઓ આવતા મહીને ટેલીવિઝન અભિનેતા અભિનવ કોહલી સાથે લગ્ન કરવાનાં છે. શ્વેતાએ જણાવ્યું કે તેઓ આવતા મહીને લગ્ન કરશે. જોકે હાલ તેમના દાદાની તબીયત સારી નથી. તેથી લગ્નની તારીખ પાકી નથી કરાઈ, પણ એટલું નક્કી છે કે તેઓ આવતા મહીને પરણી જશે.

શ્વેતાએ જણાવ્યું - મેં આ નિર્ણય મારી પુત્રી પલકને પૂછીને કર્યો છે. જે સમયે શ્વેતાએ આ જાહેરાત કરી, ત્યારે શોમાં તેમના પુત્રી પલક તથા અભિનેતા અભિનવ કોહલી પણ હાજર હતાં.

નોંધનીય છે કે શ્વેતા-અભિનવ છેલ્લા ત્રણ વર્ષથી ડેટિંગ કરતા હતાં. શ્વેતાના પરિચિતો મુજબ અભિનવ ઘણી વાર શ્વેતાના ઘરે આવતાં-જતાં રહે છે અને શ્વેતા પણ તેમની સાથે દેખાતાં રહે છે. રાજા ચૌધરી સાથે છુટાછેડા બાદ શ્વેતા તિવારી એકદમ એકલા પડી ગયાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X