બસ એક MMS હિટ અને સન્નીએ બતાવી દીધી શર્લિનને ઓકાત!
મુંબઈ, 11 એપ્રિલ : આને કહેવાય સફળતા... કે જે સન્ની લિયોને પામી છે. કહે છે ને કે ચઢતા સૂર્યને સૌ સલામ કરે છે અને કદાચ સન્ની લિયોન પણ ચઢતા સૂર્ય જ છે કે જેમની એક હિટ ફિલ્મ રાગિણી એમએમએસ 2ની સફળતાએ લોકોનો તેમના પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલી નાંખ્યો છે. એટલે જ લોકો સન્નીને સાઇન કરવામાં પીછેહઠ નથી કરી રહ્યાં.
જાણવા મળે છે કે સન્ની લિયોન ફરી એક વાર ટેલીવિઝન સ્ક્રીન પર નજરે પડનાર છે. એમટીવીના સ્પ્લિટ્સવિલાની સાતમી સીઝન માટે શર્લિન ચોપરાનું સ્થાન સન્ની લિયોને લઈ લીધું છે. તેમણે રિયલિટી ટેલીવિઝન શો સ્પ્લિટ્સવિલાની સાતમી સીઝનમાં હોસ્ટિંગ માટેની ભૂમિકા માટે હા કહી દીધું છે. સન્ની લિયોન પહેલા આ શોની યજમાની શર્લિન ચોપરા કરતા હતાં, પરંતુ ચાહીને પણ શર્લિન આ શોને એટલો સફળ નહોતા બનાવી શક્યાં કે જેટલી આશા સેવાતી હતી. બીજી બાજુ સન્ની લિયોનનું બૉલીવુડ આઇયટમ નંબર તથા રાગિણી એમએમએસ 2 ફિલ્મે સફળતાના ઝંડા ગાડી દીધાં છે.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

બૅબી ડૉલ ઑફ બૉલીવુડ
રાગિણી એમએમએસ 2ની સફળતા સાથે જ લોકોએ સન્ની લિયોનને બૉલીવુડની બૅબી ડૉલ બનાવી દીધી છે અને એટલુ જ નહીં, સૌ સન્નીના ઘેલા બની ચુક્યાં છે. તેથી જ તો લોકો તેમને ઘેલાઓની જેમ ગૂગલ ઉપર સર્ચ કરે છે.

શર્લિન જ્યાંના ત્યાં
એક બાજુ સન્ની લિયોન સફળતા તરફ ઝડપી રીતે વધી રહ્યાં છે, તો સન્ની સાથે પોતાની સરખામણી કરાતા ભડકનાર શર્લિન ચોપરા તમામ અશ્લીલ હથકંડાઓ બાદ પણ ત્યાંના ત્યાં જ છે.

શર્લિન આઉટ, સન્ની ઇન
સન્નીની સફળતા અને શર્લિનની નિષ્ફળતાને પગલે એમટીવી શો સંચાલકોએ સ્પ્લિટ્સવિલા 7 માટે શર્લિનના સ્થાને સન્નીની પસંદગી કરી લીધી છે.

સન્નીની કસોટી
એમટીવી અને શો સંચાલકો સામે સન્ની લિયોનની આ કસોટી કહી શકાય છે.

ટીવીથી ટીવી
સન્ની લિયોને 2010માં કલર્સના બિગ બૉસ 7 સાથે ભારતીય અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો અને હવે ફરીથી સન્ની ટીવી પર આવી રહ્યાં છે.

આયટમ સૉંગે વધારી ડિમાંડ
ટેલીવિઝન બાદ સન્ની લિયોન મોટા પડદે જિસ્મ 2 ફિલ્મ દ્વારા આવ્યા હતાં. સન્ની લિયોને પછી શૂટઆઉટ એટ વડાલામાં એક આયટમ સૉંગ કર્યું હતું કે જે હિટ રહ્યુ હતું.

સાતમા આસમાને સન્ની
અને હવે સન્ની લિયોન રાગિણી એમએમએસ 2ની સફળતાથી સાતમા આસમાને છે.

સન્ની લિયોનનો શર્લિન ચોપરાને તમાચો
રાગિણી એમએમએસ 2 રિલીઝ થતા પહેલા શર્લિને એક ઇવેંટમાં જણાવ્યુ હતું કે તેમના અને સન્નીમાં બહુ ફરક છે. તેમને સન્ની સાથે સરખામણી પસંદ નથી. ક્યાં હું પ્લેબૉયની કવર પેજ સ્ટાર અને ક્યાં સન્ની સી ગ્રેડની એડલ્ટ સ્ટાર.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
