'સ્વરાગિની' ફેમ એક્ટ્રેસને થઇ બે વર્ષ જેલની સજા

Written By:
Subscribe to Oneindia News

'સ્વરાગિની' અને 'કુબૂલ હે' જેવી ટીવી સિરિયલથી ફેમસ થેયલ એક્ટ્રેસ અલ્કા કૌશલને પંજાબની ડિસ્ટ્રીક્ટ કોર્ટે બે વર્ષની જેલની સજા સંભળાવી છે. ચેક બાઉન્સના કેસમાં અલ્કા અને તેમની માતાને આ સજા થઇ છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર, અલ્કા અને તેમની માતા સુશીલા બડોલાના નામે ચેક બાઉન્સનો કેસ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો હતો.

50 લાખ રૂપિયા લીધા હતા ઉધાર

50 લાખ રૂપિયા લીધા હતા ઉધાર

તેમની આરોપ છે કે, અલ્કા અને તેમની માતાએ ટીવી સિરિયલ બનાવવા માટે એક પરિચિત પાસેથી 50 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. જ્યારે પૈસા પરત કરવાનો વારો આવ્યો ત્યારે અલ્કા તરફથી 25-25 લાખના બે ચેક આપવામાં આવ્યા હતા, જે બાઉન્સ થયા હતા.

બે વર્ષ જૂનો કેસ

બે વર્ષ જૂનો કેસ

ચેક બાઉન્સ થતા માલેરકોટલા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેની સુનવાણીમાં તેમને બે વર્ષની સજા થઇ હતી. આ સાથે જ કોર્ટ તરફથી તેમને ડબલ રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે સમયે અલ્કાએ જામીન મેળવી સંગરૂર કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પંજાબના સંગરૂર કોર્ટે પણ માલેરકોટલા કોર્ટની સજા માન્ય રાખતાં અલ્કા અને તેમની માતાને બે વર્ષની સજા ફટકારી છે.

સજાની વાતથી બગડી તબિયત?

સજાની વાતથી બગડી તબિયત?

કોર્ટે જેલની સજા કરી હોવાની વાત બહાર આવ્યા બાદ એવા પણ ખબર હતા કે, બ્લડ પ્રેશરની બીમારીને કારણે અલ્કાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ અલ્કાના ભાઇ વરુણ બડોલાએ આ વાત નકરાતાં કહ્યું છે કે અલ્કા હોસ્પિટલમાં નહીં, દિલ્હીમાં છે.

હાઇકોર્ટમાં કરશે અપીલ

હાઇકોર્ટમાં કરશે અપીલ

સાથે જ તેમણે જણાવ્યું હતું કે, તેઓ સંગરૂર કોર્ટના નિર્ણયને હાઇ કોર્ટમાં પડકારશે. તેમણે કહ્યું હતું કે,અમારી લીગલ ટીમ આ અંગે કામ કરી રહી છે. હાઇ કોર્ટમાં પીટીશન પહોંચતા હજુ થોડા દિવસ લાગશે.

એક્ટ્રેસ અલ્કા કૌશલ સીરિયલો ઉપરાંત 'ક્વીન' અને 'બજરંગી ભાઇજાન' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યાં છે.

English summary
'Swaragini' actress Alka Kaushal sentenced to jail for two years. Actress Alka will challenge the order in higher court.
Please Wait while comments are loading...