બબીતાજીના 'જુગનુ' ગીત પર હૉટ ડાંસ મૂવ્ઝ, ઈન્ટરનેટ પર લગાવી આગ, જુઓ Video
બબીતાજી એટલે કે મુનમુન દત્તાએ પોતાના જુગનૂ હૉટ ડાંસ અંદાજથી સૌનુ દિલ જીતી લીધુ છે.
મુંબઈઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજી એટલે કે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે અને ઘણી વાર પોતાની કોઈને કોઈ પોસ્ટ કરતી રહે છે. બબીતાજીની ડાંસ સ્ટાઈલ પણ તેના ફેન્સમાં ઘણી લોકપ્રિય છે. આ વખતે મુનમુન દત્તાએ પોતાના આ હૉટ ડાંસ અંદાજથી બધાના હોશ ઉડાવી દીધા છે. મુનમુન દત્તાને રિયલ લાઈફમાં પણ લોકો બબીતાજીના નામથી ઓળખે છે. ટીવી સાથે તેને સોશિયલ મીડિયા પર પણ ખૂબ જોવામાં આવે છે. આ વખતે પણ બબીતાજી એટલે કે મુનમુન દત્તાએ પોતાના આ હૉટ ડાંસ અંદાજથી સૌનુ દિલ જીતી લીધુ છે. હાલમાં ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ લોકપ્રિય થઈ રહ્યુ છે સિંગર બાદશાહનુ નવુ સોંગ અને તેના ડાંસ સ્ટેપ.

હૉટ સોંગ પર મુનમુન દત્તાની સ્ટાઈલ
જેના પર ઘણા મોટા સ્ટાર્સ ડાંસ સ્ટેપ કરીને પોતાના વીડિયો અપલોડ કરી ચૂક્યા છે. જુગનુ ફીવર તારક મહેતાની મુનમુન દત્તા પર પણ છવાઈ ગયો છે. આ હૉટ સોંગ પર મુનમુન દત્તાની આ સ્ટાઈલ જોઈને તમે દંગ રહી જશો. મુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મુનમુન દત્તાએ શૉર્ટસ અને ટૉપ પહેર્યુ છે. કેઝ્યુઅલ ડ્રેસ સાથે મુનમુન દત્તા દર વખતની જેમ અહીં પણ છવાઈ ગઈ છે.

મુનમુન દત્તા પર જુગનૂ ફીવર
મુનમુન દત્તા આ વીડિયોમાં બાદશાહના જુગનૂ ગીત પર ડાંસ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરીને મુનમુન દત્તાએ સાથે કેપ્શનમાં લખ્યુ છે કે જૂગનૂ ફીવર. તમને એ પણ જણાવી દઈએ કે મુનમુન દત્તાને ઈન્સ્ટાગ્રામ પર 6 મિલિયન લોકો ફૉલો કરે છે. મુનમુન દત્તા એક અભિનેત્રી હોવા સાથે પ્રાણી પ્રેમી પણ છે. સાથે જ તેને ટ્રાવેલ કરવાનુ પણ ખૂબ પસંદ છે.

મુનમુન દત્તાની સ્ટાઈલ
મુનમુન દત્તા તારક મહેતાના શોમાં જેમ ગ્લેમર વિખેરે છે. વાસ્તવિક જિંદગીમાં પણ મુનમુન દત્તા ઘણી હૉટ અને સ્ટાઈલિશ છે. તે ઘણી વાર પોતાની સ્ટાઈલ સાથે મેકઅપના વીડિયો પણ શેર કરી ચૂકી છે. દિવાળી પર તેણે પોતાના દેસી લુકના ફોટા શેર કર્યા હતા જેને લોકોએ ખૂબ પસંદ કર્યા હતા કારણકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં મુનમુન દત્તા હંમેશાથી ડ્રેસમાં જોવા મળે છે.

મુનમુન દત્તાના અફેરની ચર્ચા
થોડા સમય પહેલા મુનમુન દત્તાની અંગત જિંદગી વિશે પણ એક સમાચાર ખૂબ જ વાયરલ થયા હતા જેમાં શોના જ એક એક્ટર સાથે તેના અફેરના સમાચાર સામે આવ્યા હતા. આના પર મુનમુન દત્તાએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. મુનમુન દત્તાનુ નામ શોમાં ટપુની ભૂમિકા નિભાવનાર એક્ટર રાજ અનડકટ સાથે જોડાઈ ચૂક્યુ છે.

મુનમુન દત્તાએ કર્યુ ફિલ્મોમાં કામ
ટીવી શો હમ બારાતી હેથી મુનમુન દત્તાએ વર્ષ 2004માં પોતાનુ ડેબ્યુ કર્યુ હતુ. કમલ હાસનની ફિલ્મ મુંબઈ એક્સપ્રેસ સાથે વર્ષ 2006માં હૉલીડે ફિલ્મમાં પણ દેખાઈ ચૂકી છે. તારક મહેતામાં બબીતાજી બનીને મુનમુન દત્તાએ પોતાની એક આગવી ઓળખ બનાવી લીધી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
