તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ નટુ કાકાનું 77 વર્ષની ઉંમરે નિધન
IPL 2021, RCB vs PBKS: બેંગ્લોરે જીતવા માટે પંજાબને 165 રનનો ટાર્ગેટ આપ્યો
ટેલિવુડ ઈન્ડસ્ટ્રીથી એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં નટુ કાકાનો રોલ નિભાવતા અભિનેતા ઘનશ્યામ નાયકનું અવસાન થયું છે. નોંધનીય છે કે નટુ કાકા પાછલા ઘણા સમયથી કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા હતા.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નટુ કાકાના ગળાની સર્જરી થી હતી. આ દરમિયાન તેમના ગળામાંથી 8 ગાંઠો કાઢવામાં આવી હતી. જે બાદ તેમણે ઘણા સમય સુધી કામથી પણ બ્રેક લીધો હતો. નટુ કાકાના નિધનના સમાચાર મળતાં જ ટેલિવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલના ચાહકો માટે પણ આ બહુ દુઃખદ સમાચાર છે.
કેન્સરથી પીડાતા હતા નટુ કાકા
જાણકારી મુજબ ઘનશ્યામ નાયક લાંબા સમયથી કેન્સરથી પીડાઈ રહ્યા હતા. ડૉક્ટરની સલાહ પર તેમની કીમોથેરાપી પણ કરાવવામાં આવી હતી, પરંતુ જે થવાનું છે તેને કોણ રોકી શકે. બીમાર થતા પહેલાં તેઓ ઈન્ડસ્ટ્રીમાં સતત કામ કરતા રહ્યા. તેમના નિધનના સમાચાર મળતાં જ ટીવી ઈન્ડસ્ટ્રીની સાથે જ બૉલીવુડમાં પણ શોકની લહેર છે.
સોઢીએ કહી આ વાત
ટાઈમ્સ ટીવીના રિપોર્ટ મુજબ શોમાં રોશન કૌર સોઢીની ભૂમિકા નિભાવનાર જેનિફર મિસ્ત્રીએ નટુ કાકાના નિધનની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે અમને હમણાં જ આ સમાચાર વિશે ખબર પડી છે અને કહેવાં બહુ જ દુખ થઈ રહ્યું છે કે આપણે ઘનશ્યામ નાયકને ગુમાવી દીધા છે.
બાઘાનો રોલ નિભાવનાર તન્મયે કહ્યું કે સૌની પહેલાં મને સમાચાર મળ્યા, કેમ કે તેમના દીકરાએ મને ફોન કર્યો હતો. તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેમની હાલતમાં સુધારો નથી થઈ રહ્યો. થોડીવાર બાદ માલૂમ પડ્યું કે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી છે.
થોડા દિવસો પહેલાં આ વાત કહી હતી
ઘનશ્યામ નાયક ઉર્ફ નટુ કાકા દિલીપ જોશીની બહુ નજીક હતા. શોમાં બાઘો અને દિલીપ જોશી સાથે તેમના અનેક દ્રશ્ય હતા, કેમ કે શોમાં તેઓ ગડ્ડા ઈલેક્ટ્રોનિક્સમાં કામ કરતા હતા. તેમણે જૂન મહિનામાં પોતાની બીમારી વિશે ખુલીને વાત કરી હતી. તે દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ બિલકુલ ઠીક છે. આ બીમારી આટલી મોટી સમસ્યા નથી. તેમણે તે દરમિયાન જણાવ્યું હતું કે તેમનો ઈલાજ ચાલી રહ્યો છે અને તેઓ જલદી જ સાજા થઈ જશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી



Click it and Unblock the Notifications
