ગરીબ નથી કપિલ શર્મા શોનો ચંદૂ ચાવાળો, આલીશાન ઘર અને ફિલ્મ સ્ટાર જેવી છે લાઈફ

આમ તો ચંદન પડદા પાછળ જ રહેવાનુ પસંદ કરે છે પરંતુ આજે અમે તમને એમની લાઈફ વિશે જોડાયેલી અમુક અજાણી વાતો જણાવીશુ.

મુંબઈઃ ટીવી શોના ફેમસ કૉમેડી શો કપિલ શર્મા શોના ચંદૂ ચાવાળાને તો તમે જાણતા જ હશો. અલગ-અલગ કેરેક્ટર અને પોતાની વાતોથી લોકોને હસાવનાર ચંદૂનુ અસલી નામ ચંદન પ્રભાકર છે. આમ તો ચંદન પડદા પાછળ જ રહેવાનુ પસંદ કરે છે પરંતુ આજે અમે તમને એમની લાઈફ વિશે જોડાયેલી અમુક અજાણી વાતો જણાવીશુ. શોમાં ગરીબ દેખોતો ચંદૂ એટલે ચંદન પ્રભાકર અસલ જિંદગીમાં આલિશાન લાઈફ જીવવાનુ પસંદ કરે છે. તેનુ ઘર કોઈ મહેલથી કમ નથી. ચંદૂ બૉલિવુડ સ્ટાર્સની જેમ લાઈફ જીવે છે.

ચંદૂનુ ઘર જોઈને ફેન્સ પણ ચોંક્યા

ચંદૂનુ ઘર જોઈને ફેન્સ પણ ચોંક્યા

આજે અમે તમને કૉમેડિયન ચંદન પ્રભાકરના ઘરની સૈર કરાવવા જઈ રહ્યા છે. તે ખુદ પણ સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહે છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ ફોટામાં જોઈ શકાય છે કે ચંદનના ઘરનુ ઈંટીરિયર કેટલુ સુંદર છે. તેનુ ઘર કોઈ આલીશાન મહેલથી કમ નથી. ગયા મહિને તેમણે ઘરના અમુક ઈનસાઈડ ફોટા પોસ્ટ કર્યા હતા જે ખૂબ જ છવાયા હતા. ધ કપિલ શર્મા શોથી ફેમસ થયેલા ચંદન પ્રભાકર ફિલ્મ સ્ટાર જેવી લાઈફ જીવે છે.

અસલ જીંદગીમાં ગરીબ નથી ચંદૂ

અસલ જીંદગીમાં ગરીબ નથી ચંદૂ

શોમાં ગરીબ ચાવાળાની ભૂમિકા નિભાવનાર ચંદૂ અસલ જિંદગીમાં ગરીબ નથી. તેનુ ઘર લક્ઝરી વસ્તુઓથી ભરેલુ છે જેને ખૂબ સુંદર રીતે સજાવવામાં આવ્યુ છે. મીડિયા રિપોર્ટ મુજબ ચંદન પ્રભાકરનુ આ ઘર મુંબઈના પૉશ વિસ્તારમાં છે. ઘરના ઈનસાઈડ ફોટામાં જોઈ શકાય છે કે ડ્રૉઈંગ એરિયા, બાલકની અને અન્ય રૂમ કેટલા સુંદર છે. સોશિયલ મીડિયા પર હવે ચંદનના ઘરના ફોટા વાયરલ થઈ રહ્યા છે. તેની લક્ઝરી લાઈફ જોઈને ફેન્સ પણ ચોંકી ગયા છે.

બાળપણના દોસ્ત છે કપિલ અને ચંદન

બાળપણના દોસ્ત છે કપિલ અને ચંદન

તમને જણાવી દઈએ કે કૉમેડિયન કપિલ શર્મા શોમાં ચંદન ઘણા સમયથી કામ કરી રહ્યા છે અને બંને સારા દોસ્ત પણ છે. ચંદન પ્રભાકર પોતાની પત્ની નંદિની ખન્ના અને દીકરી સાથે મુંબઈના ઘરમાં રહે છે. ઘણા ઈન્ટરવ્યુમાં કપિલ અને ચંદન ખુલાસો કરી ચૂક્યા છે કે બંને બાળપણના દોસ્ત છે. ચંદન પણ કપિલ શર્માની જેમ ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ અને કૉમેડી વિથ કપિલ શર્મામાં કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તે એક એક્ટર પણ છે. ચંદન હિંદી અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.

ગયા મહિને મનાવ્યો ચંદૂનો જન્મદિવસ

ગયા મહિને મનાવ્યો ચંદૂનો જન્મદિવસ

ગયા મહિને 29 સપ્ટેમ્બરના રોજ ચંદન પ્રભાકરે પોતાનો જન્મદિવસ મનાવ્યો છે. આ પ્રસંગે ધ કપિલ શર્મા શોના હોસ્ટ કપિલ શર્માએ અન્ય કલાકારો સાથે મળીને ચંદનના બર્થડેનુ સેલિબ્રેશન કર્યુ. કપિલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફૉર્મમાં પણ ચંદનનો બર્થડે સેલિબ્રેશનનો વીડિયો શેર કર્યો હતો. ચંદને પણ આ વીડિયોને પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરીને કપિલનો આભાર વ્યક્ત કર્યો હતો. કપિલ શર્માએ લખ્યુ, 'મારા દોસ્ત અને બીજા માને ઊાઈ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X