બિગ બોસ 11: આર્શી ખાન પર ગહનાએ લગાવ્યા ગંભીર આરોપ

Written By:
Subscribe to Oneindia News

બિગ બોસ 11 પોતાની સાથે દરરોજ નવા નવા ટ્વિસ્ટ લઇને આવે છે. ઢિંચાક પૂજાની ધમાકેદાર એન્ટ્રી બાદ તેની ફરી એક કન્ટેસ્ટન્ટ ચર્ચામાં આવી છે. જી હા, અમે બિગ બોસ સિઝન 11ની અત્યાર સુધીની સૌથી કોન્ટ્રોવર્શિયલ કન્ટેસ્ટન્ટ આર્શી ખાનની વાત કરી રહ્યા છીએ. સાઉથની એક્ટ્રેસ ગહનાએ આર્શી પર ઘણા ગંભીર આરોપો મુક્યા હતા. તેણે જણાવ્યું હતું કે, આર્શી ખાનના બિગ બોસના ઘરમાં રહેવાના કારણે ઘરનું વાતાવરણ બગડી રહ્યું છે. આ ઉપરાંત ગહનાએ આર્શી ખાનના શિક્ષણને લગતા અનેક ચોંકાવનારા આરોપો પણ કર્યા હતા.

ગહનાના આરોપો

ગહનાના આરોપો

ગહનાએ આર્શી પર આરોપ મુક્તા જણાવ્યું હતું કે, આર્શી પર 10 અપરાધિત મામલાના કેસ ચાલી રહ્યા છે. જેમાં સૌથી જાણીતો કેસ આર્શી પર ભારત અને પાકિસ્તાનના ટેટૂ કરાવવાના મામલે કરવામાં આવેલો છે. આ ઉપરાંત તેમની શૈક્ષણિક લાયકાત વિશે ગહનાએ કહ્યું કે, આર્શી ખાને જે શૈક્ષણિક કાગળીયાઓ બિગ બોસમાં બતાવ્યા છે, તે તમામ કાગળો ખોટા છે. તેણે પોતાની જે ઉંમર બતાવી જણાવી છે તેના કરતા તેની વાસ્તવિક ઉંમર કઇંક અલગ જ છે.

પાકિસ્તાની ક્રિકેટર

પાકિસ્તાની ક્રિકેટર

આર્શી ખાનને બિગ બોસમાં મળેલી એન્ટ્રી વિશે પણ આશ્ચર્યજનક માહિતી મળી છે. તેણે બિગ બોસમાં એન્ટ્રી માટે પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી સાથે વાત કરી હતી. થોડા સમય પહેલા આર્શી અને શાહિદ આફ્રિદીના સંબંધો ઘણા ચર્ચામાં આવ્યા હતા. પરંતુ આર્શીએ અચાનક આફ્રિદી સાથેના સંબંધોને નકાર્યા હતા.

બિગ બોસના ઘરમાં

બિગ બોસના ઘરમાં

બિગ બોસના ઘરમાં પ્રવેશતાં જ આર્શીએ ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. તેણે સૌ પ્રથમ પુનિત શર્મા સાથે લડાઇ કરી. તેણે થોડા દિવસ પહેલા જ બિગ બોસના ઘરમાં કહ્યું હતું કે, તેને લોકોને હેરાન કરવામાં ખૂબ મજા આવે છે, એટલે તે લોકોને હેરાન કરે છે. આ જ કારણથી બિગ બોસના ઘરમાં રહેતા લોકો સતત આર્શીથી અંતર બનાવી રાખે છે.

થિયેટરથી શરૂઆત

થિયેટરથી શરૂઆત

આર્શી ખાનનો જન્મ અફઘાનિસ્તામાં થયો હતો. તે જ્યારે ખૂબ જ નાની હતી ત્યારે તેના માતા-પિતા ભોપાલમાં આવીને વસ્યા હતા. તેમણે સૌ પ્રથમ થિયેટરથી કામ કરવાની શરૂઆત કરી હતી. એ બાદ ફિલ્મોમાં કામ કરવા તે મુંબઇ આવી ગઇ. આર્શી ખાને તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી કર્યુ છે. તે પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી સાથેના સંબંધ અને વિવાદીત નિવેદનો આપવાના કારણે ચર્ચામાં આવી હતી.

English summary
There is buzz that 10 criminal charges on Bigg Boss 11 contestant Arshi Khan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.