TMKOC : જેઠાલાલે શો છોડવા બાબતે મૌન તોડ્યું, જણાવી આ વાત

ફેમસ ટીવી એક્ટર દિલીપ જોશીને કોઈ ઓળખની જરૂર નથી. તેમણે ઘણા મોટા સ્ટાર્સ સાથે ફિલ્મોમાં કામ કર્યું છે અને છેલ્લા એક દાયકાથી તેમનો શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે.

TMKOC : ફેમસ ટીવી એક્ટર દિલીપ જોશીને કોઈ ઓળખની જરૂર નથી. તેમણે ઘણા મોટા સ્ટાર્સ સાથે ફિલ્મોમાં કામ કર્યું છે અને છેલ્લા એક દાયકાથી તેમનો શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં તેમણે જેઠાલાલનું પાત્ર ભજવીને દર્શકોના દિલ જીતી લીધા છે.

શો છોડવાના સમાચાર પર મૌન તોડ્યું

શો છોડવાના સમાચાર પર મૌન તોડ્યું

જ્યારે દિલીપ જોશીની પત્નીની ભૂમિકા ભજવતી દિશા વાકાણીએ શો છોડી દીધો, ત્યારે મેકર્સ ચોંકી ગયા હતા. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું હતું કે,દિશા ટૂંક સમયમાં શોમાં પરત ફરશે, પરંતુ અત્યાર સુધી આવું થયું નથી. હવે સમાચારો ઉડી રહ્યા છે કે, દિલીપ જોશી પણ શો છોડવાના છે, પરંતુ હવે દિલીપ જોશીએઆ અહેવાલો પર મૌન તોડ્યું છે અને જણાવ્યું છે કે, સત્ય શું છે?

લોકો તરફથી મને જે પ્રેમ મળી રહ્યો છે, તેનાથી હું ખૂબ જ ખુશ છું

લોકો તરફથી મને જે પ્રેમ મળી રહ્યો છે, તેનાથી હું ખૂબ જ ખુશ છું

ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં દિલીપ જોશીએ જણાવ્યું કે, તેઓ શો છોડી રહ્યા નથી. તેણે જણાવ્યું હતું કે, મને લાગે છે કે જ્યારે આ શો સારો ચાલી રહ્યોછે તો તેને બિનજરૂરી રીતે કેમ છોડી દેવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, આ શોને કારણે તેને ઘણો પ્રેમ મળ્યો છે અને તે તેને બગાડવા માંગતો નથી.

તેમણે કહ્યું કે,લોકો અમને ખૂબ પ્રેમ કરે છે અને હું તેને કોઈ કારણ વગર કેમ બરબાદ કરવા માંગુ છું. આ રીતે દિલીપ જોશીએ સ્પષ્ટ કર્યું છે કે, તે તારક મહેતા શોમાં જેઠાલાલનાપાત્રમાં જોવા મળશે.

એક સમયે દિલીપ જોશી પાસે ન હતું કોઇ કામ

એક સમયે દિલીપ જોશી પાસે ન હતું કોઇ કામ

ઉલ્લેખનીય છે કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પહેલા દિલીપ જોશી પાસે કોઈ કામ ન હતું. જેના કારણે તેમને લાંબા સમય સુધી ઘરે બેસી રહેવું પડ્યું હતું.

એકઈન્ટરવ્યુ દરમિયાન દિલીપ જોશીએ જણાવ્યું હતું કે, મારી પાસે કોઈ કામ ન હતું. હું જે શોમાં કામ કરતો હતો તે બંધ થઈ ગયો હતો. નાટકમાં પણ મારો ભાગ પૂરો થઈગયો હતો, તેથી આવી સ્થિતિમાં મારી પાસે કોઈ કામ બચ્યું ન હતું. આવા સમયે મારા માટે ઘણો મુશ્કેલ હતો. મને ખબર ન હતી કે હવે શું કરવું? હું વિચારતો હતો કે,શું મારે ક્ષેત્ર બદલવું જોઈએ, પરંતુ ભગવાનની કૃપાથી મને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ઑફર મળી અને આ શો પણ ખૂબ જ હિટ સાબિત થયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X