• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bye Bye 2014 : સંધ્યા ટોચે, તો ઇશિતા, અક્ષરા પણ ફૅવરિટ, જુઓ ટૉપ 10 ટીવી Wifes

|

મુંબઈ, 10 ડિસેમ્બર : યે હૈ મોહબ્બતેં શોની ઇશિતા હોય કે દીયા ઔર બાતી હમ શોની આઈપીએસ વહુ સંધ્યા હોય, ટેલીવિઝન સીરિયલની આ પત્નીઓએ દર્શકોનો ભરપૂર પ્રેમ પામ્યો છે. અહીં અમે આપને ભારતીય ટેલીવિઝન જગતની 2014માં ટૉપ 10માં સ્થાન બનાવનાર પત્નીઓની યાદી બતાવી રહ્યા છે.

આ વર્ષે જોકે અનેક નવી સીરિયલોએ નાના પડદે પગ માંડ્યા, તો ટૉપ 3ની પૉઝિશન માટે પણ અનેક શો વચ્ચે રેસ ચાલતી રહી. ક્યારેક કુમકુમ ભાગ્ય, તો ક્યારેક જોધા અકબર નંબર 1ના સંઘર્ષમાં ટોચે રહ્યા, તો ક્યારેક દીયા ઔર બાતી હમે પહેલું સ્થાન જાળવી રાખ્યું.

ટીઆરપીની આ રેસ દરમિયાન ટેલીવિઝન સીરિયલોની પત્નીઓના ક્રેઝમાં કોઈ ફેર ન પડ્યો. તેમની તો એક સુંદર છબી જ લોકોની નજરોમાં હોય છે.

ચાલો જોઇએ વર્ષ 2014ની ટૉપ 10 ટીવી પત્નીઓ :

સંધ્યા-દીયા ઔર બાતી હમ

સંધ્યા-દીયા ઔર બાતી હમ

સ્ટાર પ્લસ પર પ્રસારિત શો દીયા ઔર બાતી હમ દરરોજ લાખો દર્શકોનું મનોરંજન કરે છે. દર અઠવાડિયે ટૉપ 3માં સ્થાન બનાવનાર આ શોની વહુ છે સંધ્યા. આઈપીએસ ઑફિસર સંધ્યા જેટલી શિદ્દતથી પોતાની નોકરી કરે છે. એટલુ જ નહીં, સંધ્યા સારી વહુ અને પત્ની પણ છે. કદાચ એટલે જ સંધ્યાનું પાત્ર લોકોના દિલો પર રાજ કરે છે. સંધ્યા અને સૂરજની પ્રેમ-કહાણીને લોકો બહુ પસંદ પણ કરે છે.

ઇશિતા-યે હૈ મોહબ્બતેં

ઇશિતા-યે હૈ મોહબ્બતેં

3જી ડિસેમ્બર, 2013ના શરૂ થયેલ આ સીરિયલે ઘણા ઓછા સમયમાં લોકોના દિલોમાં જગ્યા બનાવી લીધી. તેના મુખ્ય પાત્રને દર્શકો બહુ પસંદ કરે છે. ઇશિતાના પાત્રમાં દિવ્યંકા ત્રિપાઠી ખૂબ જ અસરકારક છે. ટુંકમાં જ આ શોએ પોતાનું સ્થાન ટૉપ 10માં બનાવી લીધુ હતું અને આજે પણ તે ટોચે જ છે.

ગોપી-સાથ નિભાના સાથિયા

ગોપી-સાથ નિભાના સાથિયા

આ સીરિયલ છેલ્લા 4 વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે, તો મુખ્ય પાત્ર છે ગોપી કે જે જેટલી સારી વહુ છે, તેટલી જ બહેતરીન પત્ની પણ. તેથી જ લોકોને આ પાત્ર ગમે છે. દેવોલિના ભટ્ટાચાર્ય આ પાત્રમાં બહુ પસંદ કરાય છે. ટૉપ 10 યાદીમાં ગોપી વહુ ત્રીજા સ્થાને આવે છે.

પ્રજ્ઞા-કુમકુમ ભાગ્ય

પ્રજ્ઞા-કુમકુમ ભાગ્ય

માત્ર 9 માસના ગાળામાં આ જ આ સીરિયલે દર્શકોના દિલોમાં ખાસ સ્થાન બનાવ્યું છે. અભિ તથા પ્રજ્ઞાની નિકટતા તથા રકઝક લોકોને ગમે છે. કદાચ એટલે જ આ સીરિયલ મોટાભાગે ટૉપ 3માં રહે છે. પ્રજ્ઞાના રોલમાં સૃતિ ઝા પરફેક્ટ છે. અભિ પ્રત્યે પ્રજ્ઞાના દિલનો પ્રેમ અને પરિવાર પ્રત્યે તેના વિચારો દર્શકોને પસંદ પડી રહ્યા છે. ફરી એક વાર એકતા કપૂરે પોતાનો જાદૂ દર્શકો પર ચલાવી દીધો છે.

ગુંજન-સપને સુહાને લડકપન કે

ગુંજન-સપને સુહાને લડકપન કે

ઝી ટીવીના આ શોને પણ દર્શકો દિલોજાનથી ચાહે છે. ખાસ તો ગુંજનનું પાત્ર રસપ્રદ છે. તેથી પત્નીઓની ટૉપ 10 યાદીમાં ગુંજનનો નંબર છે 5મો. ગુંજન અને મયંક વચ્ચે ચાલતો રોમાંસ, રકઝક, ગેરસમજણ, રિસામણા-મનામણા... બધુ લોકોને ગમે છે.

જોધા-જોધા અકબર

જોધા-જોધા અકબર

જોધાના પાત્રમાં પરિધિ શર્મા પરફેક્ટ, સુંદર અને અસરકારક છે. જોધા અકબરની આ જોડીને પણ દર્શકોનો બહુ પ્રેમ મળતો રહ્યો છે. જોકે ટીઆરપીમાં તે ઉપર-નીચે થતું રહે છે, પણ જોધા વહુ ટૉપ 10ની યાદીમાં 6ઠ્ઠા નંબરે છે.

અક્ષરા-યે રિશ્તા ક્યા કહલાતા હૈ

અક્ષરા-યે રિશ્તા ક્યા કહલાતા હૈ

અક્ષરા-નૈતિકના પાત્રો વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યા છે. અક્ષરાના પાત્રમાં હિના ખાને પ્રાણ પૂર્યા છે. જોકે આ સીરિયલ ટૉપ 10ની યાદીમાંથી ક્યારેક-ક્યારેક બહાર પણ નિકળી જાય છે, પરંતુ અક્ષરાના ફૅન્સની સંખ્યા નથી ઘટતી. તેથી અક્ષરા 7મા સ્થાને છે.

દયાબેન-તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

દયાબેન-તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

ગોકુલધામમાં રહેતા પાત્રો જેઠાલાલ અને દયાબેન પોતાના દર્શકોના દિલોમાં વસે છે. 7 વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ આપણનું મનોરંજન કરે છે, પરંતુ આજે પણ દર્શકો તેને એટલા જ રસથી જુએ છે. ખાસ તો જેઠાલાલ અને દયાબેનના સંબંધો લોકોને બહુ ગમે છે. દયાબેન એટલે કે દિશા વાકાણી એક સ્ત્રી, પત્ની અને વહુ તરીકે પર પરફેક્ટ છે અને તેથી તેમનો નંબર છે 8.

રોશની-જમાઈ રાજા

રોશની-જમાઈ રાજા

ઝી ટીવી પર તાજેતરમાં જ શરૂ થયેલ સીરિયલ જમાઈ રાજા પણ જલ્દીથી લોકોને ગમવા લાગી છે. જોકે આ સીરિયલે અત્યાર સુધી ટૉપ 10માં સ્થાન નથી બનાવ્યું, પણ રોશની અને સિદ્ધાર્થના પાત્રો લોકોને ગમી રહ્યા છે. રોશની આ યાદીમાં છે પત્ની નંબર 9. સિદ્ધાર્થ પ્રત્યે વિશ્વાસ અને સાસુ-સસરાને પ્રેમ તેમજ સન્માન આપનાર રોશનીનું પાત્ર રસપ્રદ છે.

સિમર-સસુરાલ સિમર કા

સિમર-સસુરાલ સિમર કા

સસુરાલ સિમર કાની સિમર છે ટૉપ 10 યાદીમાં પત્ની નંબર 10. કલર્સ પર આવતી આ સીરિયલ પણ લોકોને ગમે છે અને સિમર તથા પ્રેમના પાત્રો પણ રસપ્રદ છે.

English summary
Here is the list of top 10 wives of indian television of year 2014. Top position holds Sandhya from Diya aur Baati Hum.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more