#HOT:ટીવીની સાદી-સાધી વહુએ દેખાડ્યો ગ્લેમરસ અંદાજ

બાલિકા વધૂ ફેમ વિભા આનંદની આ તસવીરો જોઇને તમે પણ દંગ રહી જશો!

ટીવીના પડદે એકદમ સિમ્પલ અને સાધારણ લૂકમાં જોવા મળતી બાલિકા વધૂ ફેમ એક્ટ્રેસ વિભા આનંદ આજકાલ ખૂબ ચર્ચામાં છે. ટેલિવૂડના ટ્રેન્ડને ફોલો કરતાં તેણે પણ હોટ ફોટોશૂટ કરાવ્યું છે અને પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. વિભાનું આ લેટેસ્ટ ફોટોશૂટ ખૂબ વાયરલ થઇ રહ્યું છે.

ફેન્સને લાગ્યો Shock!

ફેન્સને લાગ્યો Shock!

ફોટોશૂટમાં વિભાનો આ બોલ્ડ અંદાજ જોઇ ફેન્સ પણ ચોંકી ઉઠ્યા છે. તમામ તસવીરોમાં વિભા ખૂબ ફ્રેશ અને સુંદર લાગી રહી છે. વિભાનો આ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેને આ તસવીરો પર અનેક પ્રતિક્રિયાઓ મળી રહી છે. નાના પડદે અત્યંત સાધારણ અને શરમાળ લાગતી વિભાનો આ અંદાજ જોઇને ફેન્સને મીઠો ઝાટકો લાગ્યો છે.

લૂકમાં પરિવર્તન

લૂકમાં પરિવર્તન

આ ફોટોશૂટમાં વિભાનો લૂક સિરિયલ કરતાં સાવ અલગ જોવા મળે છે. તેણે પોતાના લૂકમાં અનેક પરિવર્તન કર્યાં છે. બાલિકા વધૂમાં તે સુજ્ઞા શ્યામ સિંહના પાત્રમાં જોવા મળી હતી. એ સિરિયલ બાદ તેનો આ બોલ્ડ અંદાજ જોઇ લોકો ચોંકી ન ઉઠે તો જ નવાઇ!

ફિલ્મોમાં પણ કર્યું છે કામ

ફિલ્મોમાં પણ કર્યું છે કામ

વિભા આનંદ ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવી ચૂકી છે. તે વર્ષ 2011માં આવેલી ફિલ્મ 'ઇસી લાઇફ મેં'માં જોવા મળી હતી. લાગે છે કે, તે ફરી ફિલ્મોમાં નસીબ અજમાવવા આતુર છે. તેનું આ ફોટોશૂટ એ વાતની સાબિતી આપે છે.

હવે તો ઓળખાતી જ નથી!

હવે તો ઓળખાતી જ નથી!

બાલિકા વધૂ ઉપરાંત તે મહાભારતમાં સુભદ્રાના રોલમાં પણ જોવા મળી હતી. જો કે, તેના આ ફોટોશૂટમાં તે ટીવીના પાત્ર કરતાં સાવ અલગ દેખાઇ રહી છે. તેને ઓળખવી પણ મુશ્કેલ છે. તેણે પોતાના લૂકમાં અનેક પરિવર્તનો કર્યા હોવાને કારણે તે આ ફોટોશૂટમાં તે બિલકુલ અલગ અને અત્યંત ગ્લેમરસ દેખાઇ રહી છે.

અહીં વાંચો

અહીં વાંચો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X