'ઉતરન' ફેમ 'ઇચ્છા'ની આ તસવીરો જોઇ ચોંકી ન જતા..

Written By:
Subscribe to Oneindia News

નાના પડદાની કેટલીક વહુઓનું પાત્ર એટલું યાદગાર હોય છે કે, સિરિયલ પૂરી થયા બાદ પણ એ પાત્રનો અસર લોકોના મન પર છવાયેલી રહે છે. જેનો ફાયદો તે એક્ટ્રેસને મળે છે. 'ઉતરન' એક એવી જ યાદગાર ટીવી સિરિયલ રહી. આ સિરિયલથી લાઇમલાઇટમાં આવનાર એક્ટ્રેસ ટીના દત્તા આજે પણ ખૂબ લોકપ્રિય છે અને હાલ તે પોતાના ગ્લોમર્સ લૂક્સને લઇને ખૂબ ચર્ચામાં છે.

વેકેશનની મજા લઇ રહી છે ટીના

વેકેશનની મજા લઇ રહી છે ટીના

ટીના દત્તા હાલ વેકેશનની ભરપૂર મજા માણી રહી છે. એક્ટ્રેસિસ વેકેશન પર જાય અને સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ ન કરે, એવું તો બને જ કેમ? ટીનાએ સોશિયલ મીડિયા પર વેકેશનની ખૂબ સુંદર અને હોટ તસવીરો પોસ્ટ કરી છે.

ટીવી ઇન્ડસ્ટ્રીથી દૂર

ટીવી ઇન્ડસ્ટ્રીથી દૂર

ટીના હાલ ટીવી ઇન્ડસ્ટ્રીથી દૂર છે, પરંતુ તેની કોઇને કોઇ ખબર અવાર-નવાર સામે આવતી રહે છે. થોડા સમય પહેલાં જ ટીના સાથે ફ્લાઇટમાં છેડતી થઇ હોવાની ખબરો સામે આવી હતી. હાલ તો દર્શકો ટીનાનો આ હોટ અંદાજ જોઇને ખૂબ ખુશ છે. આ પહેલી વાર નથી જ્યારે ટીનાની બોલ્ડ તસવીરો સામે આવી હોય.

હોટ ફોટોશૂટ

હોટ ફોટોશૂટ

થોડા સમય પહેલાં ટીનાએ એક હોટ ફોટોશૂટ કરાવ્યું હતું અને એ તસવીરો પણ ખૂબ વાયરલ થઇ હતી. ટીવીમાં સ્વીટ એન્ડ સિંપલ રોલ પ્લે કરનાર ટીનાની આ તસવીરો દર્શકો માટે સરપ્રાઇઝ હતી. જો કે, લોકોએ ટીનાના આ લૂકના પણ ખૂબ વખાણ કર્યા હતા.

5 વર્ષની ઉંમરથી શરૂ કર્યું કામ

5 વર્ષની ઉંમરથી શરૂ કર્યું કામ

ટીનાએ 5 વર્ષની ઉંમરે જ ટેલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. તેનો પહેલો ટીવી શો હતો 'સિસ્ટર નિવેદિતા'. ટીનાએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે બંગાળી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.

ઐશ્વર્યા સાથે મળ્યો બ્રેક

ઐશ્વર્યા સાથે મળ્યો બ્રેક

ફિલ્મોમાં તેને પ્રથમ મહત્વપૂર્ણ બ્રેક મળ્યો, વર્ષ 2003માં આવેલ ઋતુપર્ણો ઘોષની ફિલ્મ 'ચોખેર બાલી'માં. એ સમયે ટીના માત્ર 16 વર્ષની હતી અને તેણે ઐશ્વર્યા સાથે સ્ક્રિન શેર કરી હતી. ત્યાર બાદ વર્ષ 2005માં આવેલ ફિલ્મ 'પરિણીતા'માં તે યંગ લલિતાના પાત્રમાં જોવા મળી હતી.

'ઉતરન'થી મળી લોકપ્રિયતા

'ઉતરન'થી મળી લોકપ્રિયતા

જો કે, ટીના દત્તાને ખરી લોકપ્રિયતા મળી 'ઉતરન'ના પાત્ર ઇચ્છાથી. વર્ષ 2008થી 2015 દરમિયાન ટીના 'ઉતરન'ની લીડ એક્ટ્રેસ રહી, જેમાં તેણે ઇચ્છા અને ઇચ્છાની પુત્રી મીઠી એમ બે પાત્રો ભજવ્યા.

સ્પેશિયલ એપિરિયન્સ

સ્પેશિયલ એપિરિયન્સ

ટીનાએ 'ખતરોં કે ખેલાડી'ની સિઝન 7માં ભાગ લીધો હતો. આ સિવાય તે 'કોમેડી સરકસ', 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ', 'ઝલક દિખલા જા 7', 'કોમેડી ક્લાસીસ', 'કોમેડી નાઇટ્સ બચાઓ' જેવા શોમાં પણ જોવા મળી છે.

એવોર્ડ્સ

એવોર્ડ્સ

ટીનાને પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ફિલ્મ એવોર્ડ(2010)નો બેસ્ટ એક્ટ્રેસ ઇન અ ડ્રામા સીરિઝ, કલાકાર એવોર્ડ્સ(2010)નો બેસ્ટ ન્યૂ ફેસ, 16મા લાયન ગોલ્ડ એવોર્ડ્સ(2010)નો બેસ્ટ એક્ટ્રેસ, ઓલ ઇન્ડિયા અચિવર્સ એવોર્ડ(2011)નો એક્સેલન્સ ઇન એક્ટિંગ, ગોલ્ડન પીટલ એવોર્ડ્સ(2013)નો મોસ્ટ જાંબાઝ પર્સનાલિટી જેવા એવોર્ડ્સ મળ્યા છે.

English summary
'Uttaran' fame television actress Tina Dutta is enjoying her vacation time and her holiday posts are going viral on social media.
Please Wait while comments are loading...