The Kapil Sharma Show: સુમોનાએ લગાવ્યુ અફવાઓ પર પૂર્ણ વિરામ, કહ્યુ - માત્ર 3 દિવસ બાકી

ધ કપિલ શર્મા શોમાંથી સૌની પ્રિય સુમોના ચક્રવર્તીએ વીડિયો અને ફોટા શેર કરીને બધી અફવાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધુ છે.

નવી દિલ્લીઃ આખરે આતુરતાનો અંત આવ્યા અને સસ્પેન્સ પરથી પડદો ઉઠી ગયો છે. ધ કપિલ શર્મા શોમાંથી સૌની પ્રિય સુમોના ચક્રવર્તીએ વીડિયો અને ફોટા શેર કરીને બધી અફવાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધુ છે. સુમોનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી પોતાની વેનિટી વેનનો એક ફોટો અને ધ કપિલ શર્મા શોના પ્રોમોનો વીડિયો શેર કર્યો છે જેમાં તે દર્શકોને કહે છે કે હવે શોમાં માત્ર ત્રણ દિવસ બાકી છે. વીડિયોમાં દર વખતની જેમ સુમોના ઘણી આકર્ષક જોવા મળી રહી છે.

સુમોનાએ લગાવ્યુ અફવાઓ પર વિરામ

સુમોનાએ લગાવ્યુ અફવાઓ પર વિરામ

વીડિયોમાં સુમોનાનો ગેટઅપ પહેલી બે સિઝનથી ઘણો અલગ લાગી રહ્યો છે. શોમાં સુમોના આ વખતે નવા અંદાજમાં જોવા મળશે. જ્યારે વેનિટી વેનવાળા ફોટામાં પણ તે કૂલ દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે કપિલ શર્માએ શોનો જે પ્રોમો શૂટ કર્યો હતો તેમાં સુમોના ચક્રવર્તને છોડીને બધા જૂના કલાકારો દેખાઈ રહ્યા હતા ત્યારબાદ એ અફવા ફેલાઈ ગઈ કે શોમાંથી સુમોના ગાયબ છે અને ત્યારબાદ સોશિય મીડિયા પર લોકો કપિલને લઈને અલગ-અલગ પ્રકારની વાતો કરી રહ્યા હતા કારણકે સુમોના ચક્રવર્તીએ હાલમાં જ કહ્યુ હતુ કે તેને કોઈ કામ નથી આપી રહ્યુ.

21 ઓગસ્ટની શોમાંથી સોની ચેનલ પર વાપસી

સુમોના શોમાં પહેલાની જેમ જ હાજર છે અને બધી અફવાઓ પર વિરામ લાગી ચૂક્યુ છે. આ વખતે તમને શોની જૂની ટીમ સાથે જાણીતા કૉમેડિયન સુદેશ લહેરી પણ જોવા મળશે. વળી, શોની ગેસ્ટ અર્ચના પૂર્ણ સિંહ જ છે. શો સોની ચેનલ પર 21 ઓગસ્ટે રાતે 9.30 પર વાપસી કરી રહ્યુ છે. શોના પહેલા મહેમાન અજય દેવગણ અને અક્ષય કુમાર છે. શોના પ્રોમો હાલમાં ટીવી પર ધૂમ મચી રહ્યા છે.

જાણો કેમ ઑફ-એર થયો હતો શો?

ધ કપિલ શર્મા શો બંધ થવા પાછળ બે કારણ બતાવવામાં આવ્યા હતા. પહેલો એ કે મહારાષ્ટ્રમાં ફેલાયેલ કોરોના સંક્રમણના કારણે શોનુ શૂટ કરવામાં મુશ્કેલી આવી રહી હતી અને બીજુ કે ફેબ્રુઆરીમાં કપિલ શર્મા બીજી વાર પપ્પા બન્યા છે એવામાં તે થોડો સમય પોતાના પરિવાર સાથે વ્યતિત કરવા માંગતા હતા માટે તેણે શોમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો જેના કારણે શોને ઑફ એર કરવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X