જુહી ચાવલાના દીવાના હતાં વિવેક ઓબેરૉય
મુંબઈ, 1 મે : બૉલીવુડ અભિનેતા વિવેક ઓબેરૉયે અભિનેત્રી જુહી ચાવલા પ્રત્યે પોતાની પસંદગી જાહેર કરતાં ટેલીવિઝન રિયલિટી શો ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝના સેટ ઉપર જણાવ્યું કે બાળપણમાં તેઓ જુહીના દીવાના હતાં. ઝી ટીવીના આ શોમાં વિવેક જુહીને એટલી નજીકથી જોયા અને મળ્યા બાદ પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં રોકી ન શક્યાં. કાર્યક્રમમાં જુહીનું ગઝબ કા હૈ દિન... ગીત ઉપર નૃત્ય જોયા બાદ વિવેકના મોંમાંથી સરી પડ્યું, ‘કયામત સે કયામત તક ફિલ્મ જોયા બાદ હું આપનો દીવાના થઈ ગયો હતો.'

જુહી ચાવલાએ વિવેક ઓબેરૉયની વાત ઉપર હસતા જણાવ્યું - આપનો મતલબ છે કે આપ 10 વરસની વયથી મારા દીવાના હતાં. વિવેક ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝમાં જજની ભૂમિકા ભજવી રહ્યાં છે. વિવેકે જણાવ્યું - મેં બાળપણમાં કયામત સે કયામત તક ફિલ્મ જોઈ હતી અને જુહીનો દીવાના થઈ ગયો હતો. તેમના ચંચળ સ્વભાવ અને પ્રેમાળ સ્મિતે તો મારા જેવા અનેક છોકરાઓને દીવાના બનાવ્યા હતાં.
નોંધનીય છે કે જુહી ચાવલા પોતાની આવનાર ફિલ્મ હમ હૈં રાહી પ્યારેના પ્રચાર માટે સહ-કલાકારો દેવ ગોયલ તેમજ અદા શર્મા સાથે ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ શોમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ એપિસોડનું પ્રસારણ રવિવારે થશે.












Click it and Unblock the Notifications
