'ધ કપિલ શર્માના શો'ની પડતી માટે જવાબદાર છે આ વ્યક્તિ?

Written By:
Subscribe to Oneindia News

કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે થયેલ વિવાદ બાદ કપિલ અને તેનો શો 'ધ કપિલ શર્મા શો' સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ સુનીલ ગ્રોવર સહિત કપિલની ટીમના અનેક સભ્યોએ શો છોડી દીધો હતો, જેમાં શોના ક્રિએટિવ ડાયરેક્ટરનો પણ સમાવેશ થાય છે. શોની ટીઆરપી, મિત્રો સાથે વિવાદ અને નવી બોલિવૂડ ફિલ્મના શૂટિંગને કારણે કપિલ શર્મા ખૂબ તણાવમાં હતા. કપિલનો શો ઓફ એર થઇ રહ્યો હોવાની અફવા અનેકવાર આવી ચૂકી છે અને તાજેતરના સમાચાર મુજબ કપિલનો શો થોડા સમય માટે ઓફ એર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આની પાછળનું કારણ શું છે?

સોની ચેનલે કપિલને આપ્યો બ્રેક

સોની ચેનલે કપિલને આપ્યો બ્રેક

કામના દબાણ અને ચિંતાને કારણે કપિલની તબિયત પણ લથડી રહી હતી. ઘણીવાર ખરાબ તબિયતને કારણે કપિલે શૂટિંગ કેન્સલ કરવાનો વારો આવ્યો હતો. તેની ફિલ્મ 'ફિરંગી' અને 'ધ કપિલ શર્મા શો'ના બેક ટુ બેક શૂટિંગ શેડ્યુલને કારણે આમ થઇ રહ્યું હતું. આથી સોની ચેનલ દ્વારા કપિલ અને તેના શોને એક શોર્ટ બ્રેક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

'ધ કપિલ શર્મા શો'ની પડતી માટે જનાબદાર કોણ?

'ધ કપિલ શર્મા શો'ની પડતી માટે જનાબદાર કોણ?

સ્પોટબોટના અહેવાલો અનુસાર, આ માટે રાજીવ ઢિંગરાને જવાબદાર ગણવામાં આવી રહ્યાં છે. રાજીવ ઢિંગરા કપિલની આગામી ફિલ્મ 'ફિરંગી'ના ડાયરેક્ટર છે અને સુનીલ-કપિલના વિવાદ બાદ તેમને જ 'ધ કપિલ શર્મા શો'ના ક્રિએટિવ ડાયરેક્ટર બનવવામાં આવ્યા હતા.

રાજીવ ઢિંગરા

રાજીવ ઢિંગરા

અહેવાલો અનુસાર, રાજીવ ઢિંગરાને કપિલના શોની ટીમ સાથે બનતું નહોતું અને તેઓ ટીમને કંટ્રોલ પણ નહોતા કરી શકતા. આને કારણે ડેડલાઇન પર કોઇ કામ પૂરું નહોતું થઇ શકતું. શોની સ્ક્રિપ્ટ અધૂરી રહેતી હતી અને આ કારણે જ શોની ક્વોલિટીનું સ્તર પણ નીચું ગયું હતું.

બંધ બારણે થઇ મીટિંગ

બંધ બારણે થઇ મીટિંગ

'ધ કપિલ શર્મા શો'ની વર્તમાન અને જૂની, બંને ટીમોને રાજીવ સામે વાંધો હતો. આથી જ સોની ચેનલ દ્વારા જૂહુની મેરિયટ હોટલમાં એક બેઠક બોલવવામાં આવી હતી, જેથી આ સમસ્યાનો કોઇ ઉકેલ મેળવી શકાય. આ બેઠકના થોડા કલાકો બાદ જ થોડા સમય માટે શોને ઓફ એર કરવાની જાહેરાત કરવામાં આવી.

મીટિંગમાં હાજર રહ્યા જૂના સભ્યો પણ

મીટિંગમાં હાજર રહ્યા જૂના સભ્યો પણ

વધુ આશ્ચર્યની વાત એ છે કે, સુનીલ-કપિલ વિવાદ બાદ શો છોડીને ગયેલ લોકોને પણ આ મીટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાં શોના લેખકોને પણ સમાવેશ થાય છે. તેમણે ચેનલને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો રાજીવ ટીમ છોડે તો તેઓ ટીમમાં પાછા આવવા તૈયાર છે.

કપિલને નથી મંજૂર

કપિલને નથી મંજૂર

પરંતુ શોના મુખ્ય હોસ્ટ કપિલ શર્માને આ વાત મંજૂર નથી. કપિલ પોતાની ફિલ્મને કારણે રાજીવને જવા દેવા નથી માંગતા, આ કારણે જ શો ઓફ એર લેવાનો નિર્ણય લેવાયો છે. હવે શોની પડતી માટે કોને જવાબદાર ગણવા? રાજીવ ઢિંગરા કે કપિલ પોતે?

English summary
Read on to know who is held responsible for The Kapil Sharma Show’s downfall.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.