For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મિર્ઝાપુર' વેબસીરિઝના નિર્દેશકો અને લેખકોની ધરપકડ પર અલાહાબાદ હાઈકોર્ટે લગાવી રોક

અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયે ચર્ચિત વેબસીરિઝ 'મિર્ઝાપુર'ના નિર્દેશકો અને લેખકોની ધરપકડ પર રોક લગાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ સમાચારઃ અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયે ચર્ચિત વેબસીરિઝ 'મિર્ઝાપુર'ના નિર્દેશકો અને લેખકોની ધરપકડ પર રોક લગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે તેમની સામે મિર્ઝાપુર શહેરના 'અયોગ્ય અને અશોભનીય ચિત્રણ'નો આરોપ લગાવીને મિર્ઝાપુર જિલ્લામાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. આની પહેલી સીઝનને કરણ અંશુમન અને ગુરમીત સિંહે નિર્દેશિત કરી હતી જ્યારે બીજી સિઝનનુ નિર્દેશન એકલા ગુરમીત સિંહે કર્યુ છે. આ ઉપરાંત આ પહેલી સિઝનના લેખક વિનીત કૃષ્ણા છે જ્યારે બીજી સિઝનનુ લેખન પુનીત કૃષ્ણાએ કર્યુ છે. ગુરુવારે અંશુમન, ગુરમીત, પુનીત અને વિનીતની રિટ અરજી પર સુનાવણી કરીને જસ્ટીસ પ્રીતિંકર દિવાકર અને દીપક વર્માની એક ખંડપીઠે ઉત્તર પ્રદેશ સરકાર અને મામલામાં ફરિયાદકર્તાને નોટિસ જાહેર કરી અને કેસમાં પોતાનો જવાબ દાખલ કરવાના નિર્દેશ આપ્યા.

mirzapur

મિર્ઝાપુર જિલ્લાના તેમની સામે એફઆઈઆર અનુસાર 29 જાન્યુઆરીએ અદાલતે વેબ સીરિઝના નિર્માતા ફરહાન અખ્તર અને રિતેશ સિંધવાનીની ધરપકડ પર રોક લગાવી દીધી હતી. વળી, ગુરુવારે એક નિર્દેશ પાસ કરીને કોર્ટે સ્પષ્ટ કર્યુ કે કેસની તપાસ પણ આગળ વધશે અને અરજીકર્તા તપાસમાં સહયોગ કરશે અને અરજીકર્તાઓના તપાસમાં સહયોગ ન કરવાની સ્થિતિમાં રાજ્ય આદેશને બદલવા માટે આવેદન કરી શકે છે. અદાલતે આ કેસની આગલી સુનાવણી માટે ફિલ્મના નિર્માતાઓ સાથે સંબંધિત રિટ અરજી સાથે સૂચિબદ્ધ કરવાના નિર્દેશ આપ્યા. તમને જણાવી દઈએ કે મિર્ઝાપુર સીરિઝના નિર્માતાઓ પર કલમ 295-એ(જાણીજોઈને અને દૂર્ભાવનાપૂર્ણ કૃત્ય જેનો ઉદ્દેશ કોઈ પણ વર્ગની ધાર્મિક ભાવનાઓને અપમાનિત કરવાનો છે) અને આઈપીસીની અન્ય કલમો અને સૂચના તેમજ પ્રોદ્યોગિકી એક્ટ 67-એ હેઠળ એફઆઈઆ નોંધવામાં આવી હતી.

એફઆઈઆરમાં મુખ્ય આરોપ એ લગાવવામાં આવ્યો છે કે મિર્ઝાપુરના નિર્માતાઓએ શહેરનુ અયોગ્ય અને અશોભનીય ચિત્રણ કરીને લોકોની ધાર્મિક, સામાજિક અને ક્ષેત્રીય ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને દુશ્મનીના વિચારોને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ રીતની વેબસીરિઝનુ નિર્માણ યોગ્ય વિચાર-વિમર્શ બાદ કરવામાં આવ્યુ છે. તેણે સમાજને એટલો પ્રભાવિત કર્યો છે કે ગેંગના લીડરને તેના દોસ્તોએ કાલીન ભૈયા કહેવાનુ શરૂ કરી દીધુ છે.

India-china standoff: ભારત-ચીન વચ્ચે આજે 10મા દોરની વાતચીતIndia-china standoff: ભારત-ચીન વચ્ચે આજે 10મા દોરની વાતચીત

English summary
Allahabad High Court stays arrest of directors and writers of 'Mirzapur' web series.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X