For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુ સરકારે કરી 'ધ ફેમિલી મેન-2' સીરિઝ પર પ્રતિબંધ લગાવવાની માંગ

તમિલનાડુમાં 'ધ ફેમિલી મેન-2' પર પ્રતિબંધ લગાવાની માંગ તેજ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ પ્રાઈમ વીડિયોની વેબ સીરિઝ 'ધ ફેમિલી મેન-2' વિશે વિવાદ શમવાનુ નામ નથી લઈ રહ્યો. તમિલનાડુમાં 'ધ ફેમિલી મેન-2' પર પ્રતિબંધ લગાવાની માંગ તેજ થઈ ગઈ છે. રવિવારે રાજ્યસભા સાંસદ વાઈકો બાદ હવે તમિલનાડુના સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી મનૂ થંગારાજે સીરિઝ બેન કરવાની માંગ કરી છે. તેમણે આ અંગે કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખ્યો છે.

તમિલ ઈલમના યોદ્ધાઓનુ ખોટી રીતે ચિત્રણ

તમિલ ઈલમના યોદ્ધાઓનુ ખોટી રીતે ચિત્રણ

તમિલનાડુના આઈટી મિનિસ્ટર એમ થંગરાજ તરફથી મોકલવામાં આવેલ પત્રમાં કહેવામાં આવ્યુ છે કે હું તમારુ ધ્યાન અપમાનજનક કન્ટેન્ટ અને નિંદનીય 'ધ ફેમિલી મેન-2' હિંદી વેબ સીરિઝ તરફ અપાવવા માંગુ છુ, જે તમિલ ઈલમના યોદ્ધાઓનુ ખોટી રીતે ચિત્રણ કર્યુ છે. તેમણે આગળ કહ્યુ કે જે ટ્રેલર સોશિયલ મીડિયા નેટવર્ક પર રિલીઝ કરવામાં આવ્યુ હતુ તેનો હેતુ શ્રીલંકામાં તમિલોના સંઘર્ષને ખોટી રીતે રજૂ કરીને તેને તોડવા મરોડવામાં આવે. તેમના બલિદાન અને પ્રજાતાંત્રિક સંઘર્ષને જાણી જોઈને ઓછુ આંકવામાં આવ્યુ છે.

રાજ્યમાં ભાઈચારાને થશે નુકશાન

રાજ્યમાં ભાઈચારાને થશે નુકશાન

તમિલનાડુના આઈટી મંત્રીએ આગળ કહ્યુ કે લોકતંત્ર માટે સંઘર્ષમાં બલિદાનને જાણી જોઈને ઓછુ આંકવામાં આવી રહ્યુ છે. એક સીરિયલ જેમાં અપમાન અને પાગલપન ભરેલુ છે તેને બ્રોડકાસ્ટિંગને લાયક ન સમજવુ જોઈએ. તેમણે કહ્યુ કે આ સીરિયલ એલન તમિલની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે એટલુ જ નહિ પરંતુ મોટી સંખ્યામાં તમિલનાડુના લોકોની ભાવનાઓને ઠોસ પહોંચાડે છે અને જો આને બ્રોડકાસ્ટની મંજૂરી આપવામાં આવી તો તેનાથી રાજ્યમાં ભાઈચારાને નુકશાન થશે.

સરકારે આના માટે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે

સરકારે આના માટે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે

વળી, બીજી તરફ સૂચના અને પ્રસારણ મંત્રી જાવડેકરને લખેલા પત્રમાં એમડીએમકે નેતા વાઈકોએ કહ્યુ કે આ ચરિત્ર ચિત્રણ તમિલ લોકો અને તેમની સંસ્કૃતિ સાથે જોડાયેલી ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યુ છે. તમિલનાડુના લોકોને આના પર ખૂબ વાંધો છે અને તે સતત આનો વિરોધ કરી રહ્યા છે. વાઈકોએ કેન્દ્ર સરકારના મંત્રીને મોકલેલા પત્રમાં સ્પષ્ટ લખ્યુ છે કે જો વેબ સીરિઝ 'ધ ફેમિલી મેન-2' પર પ્રતિબંધ ન લગાવવામાં આવ્યો તો સરકારે આના માટે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

English summary
Tamil Nadu appeals to ban the release of 'The Family Man2' series on OTT platform Amazon Prime
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X