ધ ફેમિલી મેન 2 માટે મનોજ બાજપેયી અને સામંથા અક્કિનેનીએ લીધા આટલા પૈસા? જાણીને ચોંકી જશો તમે!
હાલમાં જે સમાચાર આવી રહ્યા છે તે ફેન્સ માટે ઘણા ચોંકાવનારા છે કારણકે આ સીરિઝમાં મનોજ બાજપેયી અને સામંથા અક્કિનેનીની ફીસ માટે ખુલાસો થયો છે.
મનોજ બાજપેયી અને સામંથા અક્કિનેનીની ધમાકેદાર વેબસીરિઝ ધ ફેમિલી મેન સિઝન 2 હાલમાં ઘણી વધુ ચર્ચામાં છે. સીરિઝની રાહ ફેન્સ ઘણા સમયથી કરી રહ્યા હતા અને તેમનુ માનવુ હતુ કે પહેલી સિઝનથી વધુ મોટી થવાની છે. જો કે એ વાત સાચી નીકળી અને સિઝનને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. પહેલી સિઝન બાદથી આ સીરિઝની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. એક સ્પાઈ થ્રીલર સીરિઝ બનાવવામાં ખૂબ મહેનત થાય છે અને ધ ફેમિલી મેન એ શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સમાંની એક સાબિત થઈ છે જેણે દર્શકોને સ્ક્રીન સાથે બાંધી રાખ્યા છે.

ચાર્જ કરી આટલી ફી
હાલમાં જે સમાચાર આવી રહ્યા છે તે ફેન્સ માટે ઘણા ચોંકાવનારા છે કારણકે આ સીરિઝમાં મનોજ બાજપેયી અને સામંથા અક્કિનેનીની ફીસ માટે ખુલાસો થયો છે. એક રિપોર્ટમાં આ અંગે દાવો કરવામાં આવ્યો છે. સીરિઝ માટે મનોજ બાજપેયીએ લગભગ 10 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. વળી, સામંથાએ આના માટે 2થી 3 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

અધિકૃત ખુલાસો નહિ
જો કે આના માટે કોઈ અધિકૃત વ્યક્તિએ ખુલાસો કર્યો નથી. ફેન્સ એ વાતથી ખુશ છે કે આ જોડી તેમને આ સીરિઝમાં જોવા મળી છે કે જે બે ઈન્ડસ્ટ્રીના તાલમેલને દર્શાવે છે. આ સીરિઝની ખાસ વાત એ છે કે મનોજ બાજપેયીની મુખ્ય ભૂમિકા અને રાજ અને ડીકે દ્વારા નિર્દેશિત ધ ફેમિલી મેનમાં બધા એલિમેન્ટ્સ છે.

ચાલી રહ્યો છે વેબ સીરિઝનો દોર
વેબ સીરિઝનો દોર છે અને લગભગ બધા સ્ટાર્સ હાલમાં એક પછી એક વેબ સીરિઝનો પ્લાન કરીને બેઠા છે. આ પહેલા આશ્રમ, સેક્રેડ ગેમ્સ અને મિર્ઝાપુર જેવી સીરિઝે ફેન્સના દિલ પર રાજ કર્યુ છે અને હાલમાં પણ તેની આગલી સિઝનની લોકો રાહ જોઈ રહ્યા છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ











Click it and Unblock the Notifications
