For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાટણ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા શહેરીજનો

પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. પાટણવાસીઓ રાષ્ટ્રધ્વજ સાથે 2 કિલોમીટર સુધી પદયાત્રા કરી તિરંગા યાત્રાને સફળ બનાવ

|
Google Oneindia Gujarati News

પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. પાટણવાસીઓ રાષ્ટ્રધ્વજ સાથે 2 કિલોમીટર સુધી પદયાત્રા કરી તિરંગા યાત્રાને સફળ બનાવી હતી. પાટણ ખાતેથી એમ એન હાઈસ્કૂલ થી નીકળેલી તિરંગા યાત્રા રેલવે સ્ટેશન ચોકમાં રાષ્ટ્ર ગાન સાથે પૂર્ણ થઈ હતી.

Patan

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત પાટણમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે તિરંગા યાત્રા આજે દેશભક્તિના માહોલ વચ્ચે પાટણના મુખ્ય શહેરો પર ફરી હતી. પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ પાટણના નાગરિકો સહિત હજારોની જનમેદની તિરંગા યાત્રામાં જોડાઈ હતી. જિલ્લા કલેકટર સુપ્રીતસિંહ ગુલાટી દ્વારા આ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

પાટણની એમ એન હાઈસ્કૂલ થી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો જોડાયા હતા. તિરંગા યાત્રા દરમિયાન ડીજેના તાલે વાગતા રાષ્ટ્ર ભક્તિના ગીતો પર લોકો દેશભક્તિના રંગે રંગાઇ ગયા હતા. એમ એન હાઇસ્કુલ થી નીકળેલી આ તિરંગા યાત્રા રંગીલા હનુમાન ત્રણ દરવાજા હિંગળાજ ચાર ચાર સર્કલ થઈ બગવાડા પહોંચી હતી. જે બાદ રેલવે સ્ટેશન પર લહેરાતા તિરંગાની આસપાસ તિરંગા યાત્રામાં જોડાયેલા લોકો શિસ્તબદ્ધ રીતે ગોઠવાઇ રાષ્ટ્ર ગાન કરી તિરંગા યાત્રાની પુર્ણાહુતિ કરવામાં આવી હતી.

English summary
A large number of urbanites joined the Grand Triranga Yatra in Patan city
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X