For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ: યુવકના ખાતામાં આવ્યા 11677 કરોડ રૂપિયા, શેર બજારમાં રોકાણ કરી અડધો કલાકમાં થયો માલામાલ

ગુજરાતી લોકો વ્યાપાર અને ધંધા માટે પાવરધા ગણાય છે અને મોકો મળતાં જ પોતાનો કરામત બતાવી જાણે છે. આ વાતને સાબિત કરતી ઘટના અમદાવાદમાં બની છે. બાપુનગરના એક વેપારીના ખાતામાં ભૂલથી 11677 કરોડ રૂપિયા જમા થઈ ગયા હતા. જોકે વેપારીએ

|
Google Oneindia Gujarati News

ગુજરાતી લોકો વ્યાપાર અને ધંધા માટે પાવરધા ગણાય છે અને મોકો મળતાં જ પોતાનો કરામત બતાવી જાણે છે. આ વાતને સાબિત કરતી ઘટના અમદાવાદમાં બની છે. બાપુનગરના એક વેપારીના ખાતામાં ભૂલથી 11677 કરોડ રૂપિયા જમા થઈ ગયા હતા. જોકે વેપારીએ પણ પોતાની વેપારી બુદ્ધિ વાપરીને એમાંથી અડધો કલાકમાં જ લાખો રૂપિયાનો નફો કમાઈ લીધો હતો અને પછી મૂળ રકમ પરત કરી દીધી હતી.

Ahmedabad

આવી ઘટના તમે ફક્ત ફિલ્મોમાં જ જોઇ હશે. મગજ દોડાવી કલાકોમાં લખપતિ બની ગયેલા વેપારી સાથે મીડિયાનો પોતાનો અનુભવ જણાવ્યો હતો. વેપારીએ ખૂબ નવાઈ પમાડે તેવા ખુલાસા થયા હતા. આ નસીબદાર વેપારીનું નામ રમેશભાઈ સગર છે. મૂળ પોરબંદરના વતની અને છેલ્લાં 17 વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયેલા રમેશભાઈ સગર એમ્બ્રોઇડરીના વેપારી છે. તેઓ છેલ્લાં 5 વર્ષથી શેરબજારમાં ટ્રેડિંગ કરે છે. પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો ઉપરાંત પિતા છે. ઘરમાં કમાનાર તેઓ એકલા છે.

જિંદગી બદલી નાખનાર ક્ષણોને યાદ કરીને રમેશભાઈ જણાવે છે કે 26 જુલાઈના દિવસે રોજની જેમ સવારે 9.30 વાગ્યે ટ્રેડિંગ કરવા બેઠો હતો. 2-3 સોદા કર્યા, પણ એ દિવસે માર્કેટમાં એટલી બધી મૂવમેન્ટ નહોતી. અચાનક એ વખતે મેં બેલેન્સ ચેક કર્યું તો મારી આંખો પહોળી થઈ ગઈ. મારા ખાતામાં 11677 કરોડ રૂપિયા આવ્યા હતા.

ભુલથી ખાતામાં આવ્યા આટલા પૈસા

ભુલથી ખાતામાં આવ્યા આટલા પૈસા

વેપારીએ જણાવ્યુ કે મારા ખાતામાં આટલી મોટી રકમ જમા થતાં અચાનક મને વિચાર આવ્યો કે થોડા ટાઈમ માટે જ રૂપિયા આવ્યા છે, બેન્ક તો પાછા રૂપિયા લઈ જ લેશે તો એને અડધો કલાક- કલાક માટે ઇન્વેસ્ટ કરું અને જે પ્રોફિટ નીકળે એ બુક કરીને પાછા નીકળી જઈએ. આ આઇડિયા મારો હતો. પહેલાં ક્યારેય આવું બન્યું નહોતું. ટ્રેડિંગ હું રોજ કરું છું, પરંતુ એ મેક્સિમમ 25 હજાર રૂપિયાનું જ કરતો હતો. 11677 કરોડ રૂપિયા આવ્યા હતા. મને એ ખબર જ હતી પૈસા બેન્કના છે તો બેન્ક પછી લેવાની જ છે.

અડધો કલાકમાં લાખો કમાયો

અડધો કલાકમાં લાખો કમાયો

વેપારીએ આગળ કહ્યું કે એ દિવસે બપોરે 12 વાગ્યે ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું અને 12.30 સુધી કર્યું. એ પછી મેં પ્રોફિટ બુક કરી લીધો. એ જે મોટી રકમ આવી એનું સાંજે 8 વાગ્યે સેટલમેન્ટ થયું. મારો જે નફો હતો એ મને આપી દીધો અને તેમના રૂપિયા જે ભૂલથી આવ્યા હતા એ પાછા લઈ લીધા. એ રૂપિયા બેંકમાંથી આવ્યા કે શેમાંથી આવ્યા એ ખબર નથી, પરંતુ મારા ડિમેટ એકાઉન્ટમાં આવ્યા હતા, એટલે શેરમાર્કેટના જ હશે અથવા તો કોઈ એરરને કારણે આંકડા ચડી ગયા હશે, બાકી એકસાથે એટલું બધું બેલેન્સ ક્યારેય ન આવે. આ પછી મારા ખાતામાં 5.64 લાખ રૂપિયા બચ્યા હતા જે મેં બિઝનેસમાં ઇન્વેસ્ટ કર્યા છે.

નુકશાનનો ના લાગ્યો ડર

નુકશાનનો ના લાગ્યો ડર

ખાતામાં જમા થયેલી કુલ રકમમાંથી લગભગ 2 કરોડ રૂપિયા બેન્ક નિફ્ટી કોલ-પુટમાં ટ્રેડિંગ કર્યું હતું. એ વખતે રૂપિયા શેરમાર્કેટમાં લગાવ્યા ત્યારે નુકસાનીનું વેપારીએ વિચાર્યું હતું, પણ શેરમાર્કેટનું નોલેજ હતું એટલે વધુ પડતી બીક ના લાગી. આઇડિયા હતો જ કે માર્કેટ આ રીતે જ ચાલશે.

English summary
11677 crores of rupees were deposited in the account, Make Lacs in Half Hour
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X