For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં માત્ર બે દિવસમાં માસ્ક વિનાના 1850 લોકો પકડાયા, 18 લાખ દંડ વસૂલાયો

શહેરમાં છેલ્લા બે દિવસમાં બેદરકાર બનીને માસ્ક વિના ફરતા 1850 લોકોને દંડ કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોના કેસોનો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. જો કે પોલિસ હવે લોકોને ગાઈડલાઈનનુ પાલન કરાવવા માટે કડક અમલવારી કરી રહી છે. નાઈટ કર્ફ્યુથી લઈને માસ્ક દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં બેદરકાર બનીને માસ્ક વિના ફરતા 1850 લોકોને દંડ કરવામાં આવ્યો છે. માત્ર બે દિવસમાં માસ્ક વિના ફરતા લોકો પાસેથી 18 લાખ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો છે. શહેરમાં જાહેર સ્થળઓ માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડની રકમ વસૂલ કરવામાં આવી રહી છે.

police

કોરોના વિસ્ફોટને પગલે IMAએ રાજ્ય સરકારને ગર્ભિત ભાષામાં ચેતવણી આપી છે. સરકારને સામાજિક અને રાજકીય મેળાવડા બંધ કરવાની સલાહ આપી છે. સાથે જ સ્કૂલો ફરીથી ઑનલાઈન કરવા, રેસ્ટોરાં અને થિયેટરોમાં 50 ટકા ક્ષમતા કરવા અનુરોધ કર્યો છે. IMAએ 7 મુદ્દાની એડવાઈઝરી જાહેર કરીને સરકારને કેટલાંક પગલાં લેવા માટે સૂચનો કર્યો છે. જેમાં કોરોના ગાઈડલાઈનના કડક પાલન સાથે જાહેર સ્થળોએ બંને ડોઝ લેનાર લોકોને જ પ્રવેશ આપવાની સલાહ આપવામાં આવી છે.

અમદાવાદમાં કોરોના કેસ

અમદાવાદમાં કોરોના કેસોની વાત કરીએ તો શહેરમાં એક જ દિવસમાં કોરોના વિસ્ફોટ થવા પામ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના 1290 અને જિલ્લામાં 24 એમ કુલ મળીને 1314 કેસ નોંધવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ઓમિક્રૉનના બે કેસ નોંધાયા છે. કુલ કેસોમાંથી પશ્ચિમ વિસ્તારમાં જ 900 જેટલા કેસો નોંધાયા હોવાનુ જાણવા મળ્યુ છે. ખાનગી કોવિડ હોસ્પિટલોમાં હાલમાં કોરોનાના 73 દર્દી સારવાર હેઠળ છે. એસવીપી હૉસ્પિટલમાં કોરોનાના 15 અને ઓમિક્રૉનનાબે દર્દી સારવાર લઈ રહ્યા છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા સાત દિવસમાં કોરોનાના કુલ 3492 કેસ નોંધવામાં આવ્યા છે. સોમવારે શહેરમાં કોરોનાના કુલ 644 કેસ નોંધાયા હતા. એક જ દિવસમાં કોરોનાના કેસ બમણા થતા શહેરમાં નવા કુલ 1290 કેસ નોંધાતા સ્થિતિ વણસી હતી. મંગળવારે શહેરમાં કોરોનાથી એક પણ દર્દીનુ મોત થયુ નથી. 61 દર્દી રિકવર થયા હતા. અમદાવાદ જિલ્લામાં કોરોનાના 24 કેસ નોંધાયા જ્યારે 11 દર્દી રિકવર થયા. શહેરના બોપલ, સેટેલાઈટ, પાલડી, શેલા, નવરંગપુરા ઉપરાંત બોડકદેવ વૉર્ડમાં મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. AMC દ્વારા આજે પણ નવા 21 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

English summary
1850 people without masks were caught, 18 lakh fines were collected in just 2 days in Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X