Iskcon Flyover Accident : ઇસ્કોન ફ્લાયઓવર અકસ્માતના આરોપીને પિતાએ પિસ્તોલ દેખાડી બચાવ્યો
Iskcon Flyover Accident : અમદાવાદના ઇસ્કોન ઓવર બ્રિજ પર બુધવારના રોજ મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોના મોત થયા હતા, અને 13 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત સરખેજ-ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાયઓવર પર બન્યો હતો. એક બેકાબુ કાર અકસ્માત સ્થળે એકઠી થયેલી ભીડ પર ફરી વળી હતી.
ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં એક નવો ખુલાસો થયો છે. લોકોને કચડી નાખનારો યુવક ગુજરાતના કુખ્યાત ગુનેગારનો પુત્ર છે. જે 100 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે કાર ચલાવી રહ્યો હતો અને અન્ય વાહન સાથે અથડાઈ હતી. આ પછી અકસ્માત જોવા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જે દરમિયાન કાર ભીડ પર ચડી ગઈ હતી.

મળતી માહિતી મુજબ કાર ચાલક કુખ્યાત અપરાધીનો પુત્ર છે અને તેની ઓળખ તથ્ય પટેલ તરીકે થઈ છે. અકસ્માતની મળતી વિગતો અનુસાર, કારમાં એક યુવતી પણ મુસાફરી કરી રહી હતી, જે અકસ્માત બાદ ભાગી ગઈ હતી. આવા સમયે કાર ચાલકે લોકો પર કાર ચડાવી દીધી હતી, જે બાદ ભીડે યુવકને ઘેરી લીધો હતો.
રોષે ભરાયેલા લોકોએ યુવકને માર માર્યો હતો. આ દરમિયાન યુવકના પિતા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બંદૂકની અણીએ તેમના પુત્રને ભીડમાંથી બહાર કાઢ્યો હતો અને લોકો ડરી ગયા હતા. આ સિવાય આરોપી કાર ચાલક સાથે અન્ય એક યુવક અને એક યુવતી પણ કારમાં મુસાફરી કરી રહ્યા હતા, જેઓ અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.












Click it and Unblock the Notifications
