For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈસરોના 11 કર્મચારી કોરોના સંક્રમિત, ખાનગી હોસ્પિટલે ઉભી કરી સમસ્યા

મદાવાદમાં વિક્રમનગરમાં સ્થિત ઈસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટરના કર્મચારી પણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસનુ સંક્રમણ અટકવાનુ નામ નથી લઈ રહ્યુ. ગુજરાતના અમદાવાદમાં વિક્રમનગરમાં સ્થિત ઈસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટરના કર્મચારી પણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. અહીં કોરોનાના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અહીં કોરોનાના 11 નવા કેસ સામે આવ્યા છે જેમાં ઈસરો સેકના 11 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. અહીં 700 ઘરોમાંથી 20 ઘરોમાં કોરોના સંક્રમણના કેસ મળ્યા છે ત્યારબાદ કુલ 80 લોકોને શનિવારથી જ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં થઈ રહી છે મુશ્કેલી

હોસ્પિટલમાં થઈ રહી છે મુશ્કેલી

કોરોના સંક્રમિત કર્મચારીઓને કોરોના સાથે ખાનગી હોસ્પિટલમાં વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ સ્થિત પ્રાઈવેટ હોસ્પિટલે આ લોકોને કૉન્ટ્રીબ્યુટરી હેલ્થ સર્વિસ સ્કીમ એટલે કે શીએચએસએસ હેઠળ ભરતી કરવાનો ઈનકાર કરી રહ્યા છે. આ યોજના હેઠળ કર્મચારીઓને ઈલાજ માટે હોસ્પિટલમાં ઓછા પૈસા ચૂકવવા પડે છે.

લોકોને ઘરેથી નીકળવાની મંજૂરી નથી

લોકોને ઘરેથી નીકળવાની મંજૂરી નથી

વિક્રમનગર કૉલોનીના એક રહેવાસીએ જણાવ્યુ કે અહીં બે બ્લૉકને માઈક્રો કન્ટેનમેન્ટમાં રાખવામાં આવ્યા છે. અહીં રહેતા લોકોને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી નથી. જો કે આ દરમિયાન ઈસરો સેકના કર્મચારી પોતાની ઑફિસનુ કામ ઘરેથી કરી રહ્યા છે અને ઑફિસ પણ ખોલવામાં આવી રહી છે. સૂત્ર અનુસાર 30 જૂને સેકના કર્મચારીઓ માટે એક સર્ક્યુલર જારી થયુ હતુ જેમાં કહેવામાં આવ્યુ હતુ કે 31 જુલાઈ સુધી ટેકનિકલ અને એડમિનિસ્ટ્રેટીવ વિભાગ સાથે જોડાયેલ બધા વરિષ્ઠ કર્મચારી બધા વર્કિંગ ડેમાં ઑફિસ આવે. જ્યારે સ્ટાફના કર્મચારીે એક દિવસ છોડીને ઑફિસ આવવા માટે કહેવામાં આવ્યુ હતુ એટલે કે 50 ટકા કર્મચારીઓની ઉપસ્થિતિનુ પાલન કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

બેંગલુરુમાં નિયમ અલગ

બેંગલુરુમાં નિયમ અલગ

વળી, બેંગલુરુ સ્થિત ઈસરોના કાર્યાલયની વાત કરીએ તો અહીં 22 જુલાઈએ એક મેમોરેન્ડમ જારી કરવામાં આવ્યુ છે જેમાં કહેવામાં આવ્યુ છે કે માત્ર જરૂરી કર્મચારીઓને જ ઑફિસ આવવાનુ છે અને 31 જુલાઈ સુધી આ યથાસ્થિતિને જાળવી રાખવાની છે. કર્ણાટકમાં 22 જુલાઈએ લૉકડાઉન ખતમ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. ઈસરો સેકના જનસૂચના અધિકારી હર્ષિદા મોદીએ જણાવ્યુ કે અમારી કૉલોનીના એક બ્લૉકમાં પરિવારનો કોરોના પૉઝિટીવ મળ્યો હતો. અમારે ત્યાં અમુક કર્મચારી રોજ આવે છે જ્યારે સ્ટાફના સભ્યો એક દિવસ છોડીને ઑફિસ આવી રહ્યા છે.

ઐશ્વર્યા અને આરાધ્યા હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, અમિતાભ બચ્ચન થયા ભાવુકઐશ્વર્યા અને આરાધ્યા હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, અમિતાભ બચ્ચન થયા ભાવુક

English summary
Ahmedabad: 11 employees of ISRO SAC found Coronavirus positive facing big trouble in hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X