અમદાવાદ શહેરની હવા બની ઝેરી, બોપલમાં હવા સૌથી વધુ પ્રદૂષિત બની, ઠંડી વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ

Ahmedabad News: દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે. શહેરમાં કડકડતી ઠંડીની સાથે હવાનું પ્રદૂષણ 'ભયજનક' સ્તરે પહોંચતા અમદાવાદીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે. વહેલી સવારથી જ શહેરના આકાશમાં ધુમ્મસ અને પ્રદૂષિત કણોને કારણે વિઝિબિલિટીમાં મોટો ઘટાડો નોંધાયો છે.

Ahmedabad News

બોપલ અને આંબલીમાં સૌથી વધુ પ્રદૂષણ

અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં હવાની ગુણવત્તા સૌથી વધુ ખરાબ જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400ના આંકને વટાવી ગયો છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં AQIની સ્થિતિ:

  • બોપલ: 412 (અત્યંત ગંભીર)
  • થલતેજ અને ગોતા: 378
  • જુહાપુરા: 310
  • નવરંગપુરા: 278
  • શાંતિગ્રામ: 276
  • બોડકદેવ: 275

કેમ વધી રહ્યું છે પ્રદૂષણ?

હવામાન નિષ્ણાતોના મતે, શિયાળાની ઠંડી હવા ભારે હોય છે, જે જમીનની નજીક ધૂળના રજકણો, ધુમાડો અને વાહનોના પ્રદૂષકોને જકડી રાખે છે. આ પ્રદૂષિત તત્વો ઉપર જઈ શકતા નથી, પરિણામે લોકો શ્વાસમાં ઝેરી હવા લેવા મજબૂર બને છે.

ફેફસાના રોગોમાં જોખમી વધારો (COPDના કેસ વધ્યા)

ઝેરી હવાની સીધી અસર શહેરીજનોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. તબીબોના જણાવ્યા અનુસાર

  • કોરોના બાદ ફેફસાના ગંભીર રોગ એટલે કે COPD (ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ) ના કેસોમાં 30 ટકાનો વધારો થયો છે.
  • હવે માત્ર વૃદ્ધો જ નહીં, પણ 40 થી 50 વર્ષની વયના લોકો અને ધૂમ્રપાન ન કરતા યુવાનોમાં પણ શ્વાસ લેવામાં તકલીફ અને સતત ખાંસી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.
  • વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ, વિશ્વમાં મૃત્યુના કારણોમાં COPD હવે ત્રીજા ક્રમે આવી ગયું છે.

તબીબોની સલાહ: કેવી રીતે સાવચેત રહેવું?

પલ્મોનોલોજિસ્ટ્સ લોકોને સલાહ આપી રહ્યા છે કે ફેફસાના સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવું જોઈએ.

  • માસ્કનો ઉપયોગ: ઘરની બહાર નીકળતી વખતે માસ્ક અચૂક પહેરવો.
  • સ્ક્રીનિંગ: શ્વાસ લેવામાં તકલીફ હોય તો 'પલ્મોનરી ફંક્શન ટેસ્ટ' (PFT) કરાવવો જોઈએ, જેથી વહેલું નિદાન થઈ શકે.
  • ભીડભાડથી બચો: પ્રદૂષણનું સ્તર વધુ હોય તેવા વિસ્તારોમાં જવાનું ટાળવું.
  • સમયસર સારવાર: ડાયાબિટીસની જેમ જ COPD ને પણ યોગ્ય દવાથી મેનેજ કરી શકાય છે, માટે નિષ્ણાતની સલાહ લેવી.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X