For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં 4 દિવસ બાદ કોરોના કેસમાં વધારો, 24 કલાકમાં 5303 નવા કેસ, 10ના મોત

અમદાવાદમાં 4 દિવસ બાદ કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. જાણો આંકડા.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ અમદાવાદમાં 4 દિવસ બાદ કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5303 નવા કેસ નોંધવામાં આવ્યા છે. વળી, શહેરમાં 8 દિવસ બાદ 10 કોરોના દર્દીઓના મોત થયા છે. શહેરમાં નવા 15 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન ઉમેરાયા છે તથા માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન હટાવાયા છે. તેથી હાલમાં શહેરમાં 188 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન અમલમાં છે.

corona

અમદાવાદ શહેરમાં 5248 અને જિલ્લામાં 77 એમ કુલ 5325 નવા કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરની વાત કરીએ તો 2412 અને વડોદરા જિલ્લામાં 604 એમ કુલ 3016 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે સુરત શહેરમાં 834 અને સુરત જિલ્લામાં એમ કુલ 1228 કેસ સામે આવ્યા છે. વળી, રાજકોટમાં 1235 નવા કેસ, ભાવનગરમાં 259 નવા કેસ, ગાંધીનગરમાં 746, જામનગરમાં 245 કેસ, જૂનાગઢમાં 80 નવા કેસ નોંધવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે થયેલા મોતની સંખ્યા જોઈએ તો અમદાવાદમાં 9, વડોદરામાં 2, રાજકોટમાં 1, સુરતમાં 5, વડોદરામાં 1, જામનગરમાં 2, વલસાડમાં 1 એમ કુલ 21 લોકોના મોત થયા છે. 20,829 લોકો કોરોનાથી રિકવર થયા છે. નવા 14,781 કેસ અને ડિસ્ચાર્જ 20,829 કેસની સાથે રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 1,28,192 થઈ ગઈ છે. જેમાંથી 309 દર્દીઓ વેંટીલેટર પર છે જ્યારે 1,27,883 લોકો સ્ટેબલ છે. નવા 21 મોતની સાથે કુલ મૃત્યુઆંક 10323 થયો છે.

English summary
Ahmedabad Coronavirus cases increases after 4 days, 5303 new patients and 10 death in last 24 hrs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X