For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાથી રિકવર થયેલ લોકો 'ગુલિયન બેરી સિંડ્રોમ'ની ચપેટમાં, ગુજરાતમાં 10 દર્દીઓને લકવો

કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત થનારા લોકો પર નવા પ્રકારની મુસીબત તૂટી પડી છે.

|
Google Oneindia Gujarati News

guillain barre syndrome covid 19 updates, અમદાવાદઃ કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત થનારા લોકો પર નવા પ્રકારની મુસીબત તૂટી પડી છે. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં અત્યાર સુધી 10 એા દર્દી મળ્યા છે જેમના હાથ-પગ લકવાગ્રસ્ત થઈ ગયા છે. ડૉક્ટરો સહિત ઘણા વિશેષજ્ઞો આ રીતની સમસ્યાનુ અધ્યયન કરી રહ્યા છે. ડૉક્ટરોનુ કહેવુ છે કે ઉપરોક્ત દર્દીઓમાં 'ગુલિયન બેરી સિંડ્રોમ'ના લક્ષણ જોવા મળ્યા છે. આના કારણે તેમના હાથ-પગમાં લકવો થઈ ગયો છે. માહિતી મુજબ કોરોનાથી રિકવર થયેલા દર્દીઓના શરીર પર જ આ રીતના સિંડ્રોમની અસર જોવા મળી રહી છે.

ahmedabad civil

ડૉક્ટર્સના જણાવ્યા મુજબ ગુલિયન બેરી સિંડ્રોમ આખા શરૂરમાં ઝડપથી ફેલાઈ જાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ.જેપી મોદીના જણાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલમાં આવા 10 દર્દી ઈલાજ કરાવી રહ્યા છે. આ બધા દર્દી થોડા સમય પહેલા જ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. જો કે આ રોગ જૂનો છે. સામાન્ય રીતે આ બિમારી એ દર્દીઓને થાય છે જે નબળા હોય અથવા તેમને હાલમાં જ લાંબો ઈલાજ ચાલ્યો હોય. કોરોના વાયરસ દરમિયાન આનુ ફેલાવુ ચિંતાની વાત છે કારણકે આ રીતની મહામારીમાં ટોસિલિજૂમેબ અને રેમડેસિવીર ઈંજેક્શનના કારણે ઈમ્યુનિટી લબળી પડી જાય છે.

ડૉ. જેપી મોદીએ આગળ કહ્યુ - સ્વપ્રતિરક્ષિત રોગમાં શરીરની પ્રતિરક્ષા પ્રણાણી સ્વસ્થ તંત્રિકાઓ પર હુમલો કરવા લાગે છે. આનાતી શરીરમાં સબળાઈ આવવા લાગે છે જ્યારે હાથમાં અને પગમાં ઝણઝણાટી થવા લાગે છે. સમય સાથે ગુલિયન બેરી સિંડ્રોમનો વિકાર આખા શરીરમાં ફેલાઈ જાય છે. શરૂઆતમાં આ રોગથી શ્વસન સંબંધી મુશકેલીઓ થાય છે. ત્યારબાદ આખુ શરીર પેરેલાઈઝ્ડ થઈ જાય છે. એવામાં અમદાવાદમાં 10 દર્દીઓઓને લકવો થઈ જતા હોબાળો મચી ગયો છે.

જરૂરતમંદ લોકોને વધુમાં વધુ લોન આપે બેંકઃ CM નવીન પટનાયકજરૂરતમંદ લોકોને વધુમાં વધુ લોન આપે બેંકઃ CM નવીન પટનાયક

English summary
Ahmedabad: Covid-19 patients effected by guillain barre syndrome after recovery.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X