For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ahmedabad Curfew: કર્ફ્યૂમાંથી કોને છૂટ મળી, વિગતવાર જાણો

Ahmedabad Curfew: કર્ફ્યૂમાંથી કોને છૂટ મળી, વિગતવાર જાણો

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ આજે સાંજે 9 વાગ્યેથી 57 કલાક માટે અમદાવાદમાં સંપૂર્ણ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે, જે બાદ સોમવારથી દરરોજ રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ યથાવત રહેશે. જો કે આ કર્ફ્યૂમાં અમુક એવા સંસ્થાનો અથવા તો એકમો છે જેમને છૂટ આપવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે પ્રેસ નોટ જાહેર કરી સમગ્ર યાદી ઉપલબ્ધ કરાવી છે. અહીં જુઓ પોલીસ કમિશ્નરના ઓર્ડરમાં શું કહેવામાં આવ્યું છે.

Ahmedabad

પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યા મુજબ કન્ટેઈનમેન્ટ ઝોનમાં તારીખ 30 નવેમ્બર 2020 સુધી લોકડાઉનની અવધી લંબાવવામાં આવી છે. જ્યારે કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં 30 સપ્ટેમ્બર 2020ના હુકમ અનુસારની માર્ગદર્શક સૂચનાઓ મુજબ નિયત પ્રવૃત્તિઓ ચાલુ રાખવા હુકમ કરવામાં આવે છે.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પોતાના ઓર્ડરમાં ફરમાવ્યું કે તારીખ 20 નવેમ્બર રાત્રીના 9 વાગ્યેથી તારીખ 23 નવેમ્બર સવારના 6 વાગ્યા દરમ્યાન શહેરના રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નિકળવું નહી. તેમજ કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવું નહી તથા પગપાળા કે વાહન મારફતે હરવું ફરવું નહી.

સુરત, વડોદરા અને રાજકોટમાં પણ નાઈટ કર્ફ્યૂ લાગ્યું, જાણો સમયસુરત, વડોદરા અને રાજકોટમાં પણ નાઈટ કર્ફ્યૂ લાગ્યું, જાણો સમય

અહીં જણાવેલ સેવા સાથે સંકળાયેલા વ્યક્તિઓ/ સંસ્થાઓને હુકમ પાલનમાંથી મુક્તિ આપવામાં આવી

  • જાહેર ઉપયોગીતા જેવી કે પેટ્રોલીયમ સીએનજી, એલપીજી, પીએનજી. પાણી, સ્વચ્છતા સહિતની સેવાઓ. વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન એકમ. ટેલિકોમ્યુનિકેશન સર્વિસીસ, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર, પ્રારંભીક ચેતવણઈ એજન્સી.
  • પોલીસ, હોમગાર્ડ્ઝ, સિવિલ ડિફેન્સ, ફાયર એન્ડ ઈમરજન્સી સેવાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સંરક્ષણ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ, જેલો અને મ્યુનિસીપલ કોર્પોરેશનની આવશ્યક સેવાઓ.
  • જાહેર અને ખાનગી ક્ષેત્ર સહિતના તમામ તબીબી સેવાઓ તથા ઈ-કોમર્સ દ્વારા, ફાર્માસ્યુટિકલની હોમ ડિલિવરી.
  • દૂધ વિતરણ
  • ઈલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિા.
  • ખાનગી સિક્યોરિટી સેવાઓ
  • આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન એકમો, ફાર્માસ્યુટીકલ તથા જે ઉત્પાદન એકમોમા સતત પ્રક્રિયાની જરૂર પડે છે.
  • અંતિમ સંસ્કારના કિસ્સામાં વીસ જેટલા વ્યક્તિઓ ભેગા થઈ શકે તે રીતે પરવાનગી આપી શકાશે.
  • લગ્ન પ્રસંગમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની મંજૂરી મુજબ.
  • રેલવે અને એરપોર્ટ પર માલસામાનની હેરાફેરી માટેની પ્રવિત્તિઓ.
  • રેલવે તથા હવાઈમાર્ગે અવર જવર કરનાર મુસાફરો લેવા તથા મુકવા માટે માન્ય ટિકીટ રજૂ કર્યેથી મંજૂરી, જે માટે રેડિયો કેબ તથા ટેક્સી જેવી સેવાઓ ચાલુ રહેશે.
  • એટીએ બેન્કિંગ ઓપરેશનના આઈટી વેન્ડરો સહિત, એટીએમ ઓપરેશન અને રોકડ વ્યવસ્થાપન એજન્સીઓ.
  • તમામ પ્રકારના માલસામાનનું પરિવહન
  • NIC Scientist- B, CGL Tier-3, CSIR NET Exam, CA, SSC વગેરે માન્ય પરીક્ષાઓ આપવા જતા પરીક્ષાર્થીઓને માન્ય પ્રવેશપત્ર/ ઓળખપત્રના આધારે લેવા તથા મુકવા જવા માટેની મંજૂરી.
  • ભારત સરકારના તથા ગુજરાત સરકારના વખતો વખતના સુધારા આદેશોને આધીન અપવાદો.
  • પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેરનાઓ તરફથી ફરજના ભાગરૂપે અનિવાર્ય સંજોગોમાં આવવા જવા માટે ખાસ કરવાનગી આપવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓ.

ભંગ કરનાર પર કાર્યવાહી થશે

કર્ફ્યૂના આદેશનો ભંગ કરતા કોઈપણ નાગરિક ભારતીય ફોજદારી અધિનિયમ સન-1860ની કમલ 188, અને લાગુ અન્ય કાનૂની જોગવાઈઓ સહિત, The Disaster Management Act 2005 ની કલમ 51થી 60ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

English summary
Ahmedabad Curfew: List of Who exempted from curfew, violators will be punished
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X