For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ વટવાની કેમિકલ ફેક્ટરીમાં આગ, 9 ધમાકા, ફાયર બ્રિગેડની 25 ગાડીઓ ઘટના સ્થળે

અમદાવાદના વટવામાં ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ફેઝ-2ની એક કેમિકલ ફેક્ટરીમાં મંગળવારે મોડી રાતે ભીષણ આગ લાગી ગઈ.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ અમદાવાદના વટવામાં ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ફેઝ-2ની એક કેમિકલ ફેક્ટરીમાં મંગળવારે મોડી રાતે ભીષણ આગ લાગી ગઈ. જેને બુઝાવવા માટે ફાયરબ્રિગેડની 25 ગાડીઓને બોલાવવી પડી. આગના કારણે નવ ધમાકા થયા, ધમાકા એટલા તેજ હતા કે આનાથી આસપાસની ફેક્ટરીઓની બારીઓના કાચ પણ તૂટી ગયા. આગ કેવી રીતે લગી તે વિશે હજુ જાણવા મળ્યુ નથી પરંતુ ચીફ ફાયર ઑફિસર રાજેશ ભટ્ટે કહ્યુ કે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને આગના કારણો વિશે તપાસ કરવામાં આવી રહી છે.

fire

Recommended Video

અમદાવાદ : વટવા જીઆઇડીસીની બે કેમિકલ કંપનીઓમાં લાગેલી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 30 ગાડીઓએ મેળવ્યો કાબૂ

તમને જણાવી દઈએ કે રવિવારે પણ અમદાવાદના બાપુનગર વિસ્તારના શ્યામ શિખર કૉમ્પ્લેક્સમાં સ્થિત 20 દુકાનોમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગ લાગવાની સૂચના પર ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગવાથી કરોડ રૂપિયાના નુકશાનની વાત સામે આવી હતી. રાહતની વાત એ હતી કે જે સમયે આગ લાગી તે વખતે કૉમ્પ્લેક્સની બધી દુકાનો બંધ હતી. ચીફ ફાયર ઑફિસર રાજેશ ભટ્ટે માહિતી આપીને કહ્યુ હતુ કે, 'આગ કયા કારણે લાગી તે તો તપાસ બાદ જ ખબર પડશે. સોના-ચાંદીના વેપારીઓને ખૂબ નુકશાન થયુ છે કારણકે દુકાનામાં રાખેલ તેમનુ સોનુ-ચાંદી આગ લાગવાના કારણે ઓગળી ગયુ છે.'

કૉમ્પ્લેક્સમાં ચા બનાવતી વખતે આગ લાગી હતી. આગને દુકાનની બહાર લાગેલા મોટા મોટા હૉર્ડિંગ્ઝને પોતાની ચપેટમાં લઈ લીધી અને આ રીતે આગ ભીષણ થતી ગઈ અને અન્ય દુકાનો પણ આગની ચપેટમાં આવતી ગઈ કારણકે બધી દુકાનોમાં મોટા મોટા સાઈન બોર્ડ એકબીજા સાથે ચિપકેલા હતા.

Farmer Protest: ખેડૂતોને આજે લેખિત પ્રસ્તાવ આપશે સરકારFarmer Protest: ખેડૂતોને આજે લેખિત પ્રસ્તાવ આપશે સરકાર

English summary
Ahmedabad: Fire breaks out at a chemical factory in Vatva, 20 fire tenders reach at the spot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X