Ahmedabad Metro : અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું નવુ ટાઈમ ટેબલ જાહેર
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનું લોકાર્પણ કર્યું છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે, હવે 16 જાન્યુઆરી 2026 શુક્રવારથી આ નવા રૂટ પર મેટ્રો ટ્રેનનું કોમર્શિયલ ઓપરેશન શરૂ થશે.

આ નવા વિસ્તરણ બાદ મુસાફરોની સુવિધા માટે નવું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે. મેટ્રોના વિવિધ રૂટને ઓળખવા માટે હવે અલગ-અલગ કલર કોડ આપવામાં આવ્યા છે.
નવા શિડ્યુલ મુજબ, વસ્ત્રાલથી થલતેજ સુધીના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરને બ્લુ કલર આપવામાં આવ્યો છે. જ્યારે APMC થી મોટેરા સુધીના નોર્થ-સાઉથ કોરિડોરને રેડ કલરથી દર્શાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત મોટેરા થી સચિવાલય સુધીના કોરિડોર-1 ને યલો લાઈન તરીકે ઓળખવામાં આવશે. તેમજ GNLU થી ગિફ્ટ સિટી સુધીના રૂટને વાયોલેટ કલર કોડ ફાળવવામાં આવ્યો છે.

મેટ્રો સેવાનો વ્યાપ વધવાથી ગાંધીનગરના સચિવાલય અને મહાત્મા મંદિર સુધી પહોંચવું સરળ બનશે. આ સુવિધાથી હજારો નોકરિયાત વર્ગ અને મુસાફરોના સમય અને નાણાંની બચત થશે.












Click it and Unblock the Notifications
