Ahmedabad: હવે એરપોર્ટ પર પણ દારૂની તસ્કરી, 36 બિયરની બોટલો સાથે એક ઝડપાયો

Ahmedabad: કાનપુરના 22 વર્ષીય યુવકને સરદાર પટેલ એરપોર્ટ પરથી બિયરની 36 બોટલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો, જે તે પરમીટ વગર બે બોક્સમાં લઈ જઈ રહ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર ફરજ પરના સીઆઈએસએફના સબ ઈન્સ્પેક્ટર દ્વારા આ મામલે આરોપી યુવક વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ટર્મિનલ-2 ડિપાર્ચર ગેટ પરના સિક્યુરિટી હોલ્ટ વિસ્તારમાં સોમવારની સાંજે લગભગ 6.50 કલાકે એક વ્યક્તિ ડેકોરેશનની વસ્તુઓ લઈને આવ્યો હતો. જે તે બે બોક્સ લઈ રહ્યો હતો, જેમાં રેન્ડમ સ્કેનર મશીનનો ઉપયોગ કરીને તપાસ દરમિયાન 36 દારૂની બોટલો જોવા મળી હતી.

Ahmedabad

આરોપીની ઓળખ કાનપુરના રહેવાસી કર્તવ્ય જૈન (22) તરીકે થઈ હતી. તેની પાસે દારૂની કોઈ પરમીશન ન હતી. બોટલોની બ્રાન્ડ કાર્લસબર્ગ પ્રીમિયર અને બિરા-91 બૂમ સુપિરિયર સુપર સ્ટ્રોંગ હતી. બોટલોની કુલ કિંમત રૂપિયા 5,880 આંકવામાં આવી છે.

ઉલ્લખનીય છે કે, આરોપીની પ્રોહિબિશન એક્ટ કલમ 65AA, 116B હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X