For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ 2008: અદાલતમાં ચુકાદો આજે, 21 જગ્યાએ થયા હતા ધમાકા, પાકિસ્તાન ભાગી ગયા હતા આતંકી

ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં 2008માં થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસમાં આજે સુનાવણી થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં 2008માં થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસમાં આજે સુનાવણી થઈ રહી છે. આ કેસમાં સ્પેશિયલ કોર્ટના જજ અંબાલાલ પટેલ 77 આરોપીઓની સજા પર ચુકાદો આપશે. બૉમ્બ બ્લાસ્ટ કેસમાં આ પહેલો ચુકાદો હશે જે અદાલતમાં ઑનલાઈન સંભળાવવામાં આવશે. જજ અંબાલાલ પટેલ સેશન્સ કોર્ટમાં બેસીને વર્ચ્યુઅલ ચુકાદો આપશે.

court

21 જગ્યાએ થયેલા હુમલાઓમાં 56 લોકો માર્યા ગયા હતા

અમદાવાદમાં 26 જુલાઈ, 2008ના રોજ 70 મિનિટમાં 20 સ્થળોએ એક પછી એક 21 બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં 56 લોકોના જીવ ગયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં પાકિસ્તાની આતંકીઓની મિલીભગતથી થયા હતા. બૉમ્બ બ્લાસ્ટ બાદ મુખ્ય 3 આરોપી યાસિન ભટકલ, રિયાઝ ભટકલ અને ઈકબાલ પાકિસ્તાન ભાગી ગયા હતા. જો કે, બાદમાં યાસિનને દબોચી લેવામાં આવ્યો હતો.

દેશની વિવિધ જેલોમાં બંધ છે આરોપી

ઘટના બાદ પોલિસ તેમજ સુરક્ષા એજન્સીઓની વિવિધ કાર્યવાહીમાં બે ડઝનથી વધુ આરોપીઓ પકડાયા. એ આરોપીઓને મુંબઈ, દિલ્લી, બેંગલુરુ, જયપુર અને કેરળ સહિત 7 રાજ્યોની જેલોમાં કેદ કરવામાં આવ્યા. પોલિસે જણાવ્યુ કે આવા 28 આરોપી છે. આ કેસમાં એકલા અમદાવાદમાં 20 અને સુરતમાં 15 એફઆઈઆર નોંધવામાં આવી. આજે આ કેસમાં અદાલત ચુકાદો સંભળાવશે. ચુકાદાને જોતા અમદાવાદ પોલિસે સવારે 10 વાગ્યાથી એલર્ટ આપી દીધુ છે.

English summary
Ahmedabad serial blasts 2008: Court verdict today, security tight, know the details
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X